હાલમાં પુત્રના મોહમાં પુત્રી જન્મતા માત-પિતાએ બાળકીને જીવતી ખેતરમાં દાટી દિધી હતી. જેમાં સાબરકાંઠાના હિંમતનગરના ગાંભોઈ વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. ગાંભોઈ UGCVL ઓફિસની બાજુમાં એક નવજાત બાળકનો રડવાનો અવાજ આવતો હતો અને પછી સમગ્ર ઘટનાનો ભાંડાફોડ થયો હતો. ત્યાં હાજર શ્રમિકોએ રડવાનો અવાજ આવતા તેઓએ સ્થાનિકોને જાણ કરી હતી. ત્યારે હવે આ કિસ્સામાં ચોંકાવાનાર ખુલાસા થયા છે. જેમાં માતા-પિતાની ગાંભોઈ પોલીસ સ્ટેશને પૂછપરછ કરી ત્યારે બીજી જ હકીકત સામે આવી છે
આ મામલે બાળકીના માતા પિતા સાથે ડીવાયએસપી, પીઆઈ, એલસીબીએ પૂછપરછ હાથ ધરી છે. જેમાં શંકાસ્પદ માતા-પિતાએ કેટલાક ખુલાસા કર્યા છે. આરોપી માતા-પિતાને સામુહિક આરોગ્ય કેન્દ્ર લઈ જવાયા છે. તથા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં કોરોના ટેસ્ટ થશે. તથા બાળકીની સ્થિતિ ગંભીર હોવાનું સામે આવ્યું છે. અને શ્વાસ લેવામાં સમસ્યા થઇ રહી છે. તેમજ બાળકીનું વજન 1 કિલો હોવાનું ડૉક્ટરે જણાવ્યુ છે. તથા બાળકીની દાદીને પણ પોલીસ સ્ટેશન લાવવામાં આવી છે. મંજૂલાબેન અને શૈલેષની ધરપકડ કરી છે. તથા બાળકીને પોલીસ તમામ મદદ કરવા માટે તૈયાર છે. તેમજ મંજૂલાબેને ખાડો ખોદ્યો હતો. તથા પહેલા મહિલાને કસુવાવડ થઈ હતી અને આર્થિક સ્થિતિને લઈ કૃત્ય કર્યુ છે તેમ માતા-પિતાએ જણાવ્યું છે.