અધધ.. લસણની કળી ગૃહિણીઓને મોંઘી પડી… ડુંગળી-ટામેટા બાદ હવે લસણનો ભાવ હિમાલય વટ્યો

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Gujarat News: લસણ હવે સામાન્ય માણસના ખિસ્સા પર બોજ બની રહ્યું છે. ભરશિયાળે ઉનાળાની જેમ શાકભાજીના ભાવ દઝાડી રહ્યા છે. છૂટક બજારમાં લસણનો ભાવ 300 થી 450 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો છે. શિયાળામાં શાકભાજી સસ્તી થવાને બદલે મોંઘી થઇ રહી છે. ડુંગળી ટામેટા બાદ લસણના ભાવમાં પણ ભડકો જોવા મળી રહ્યો છે. રિટેઇલ માર્કેટમાં 1 કિલો લસણનો ભાવ 450 રૂપિયાને પાર જોવા મળી રહ્યાં છે.

લસણનો હોલસેલ માર્કેટમાં 350 ભાવ છે

લસણના ઓછા પુરવઠાને કારણે છેલ્લા કેટલાક સપ્તાહમાં તેની કિંમત લગભગ બમણી થઈ ગઈ છે. શિયાળામાં લસણ અને આદુની માગને લઇ ભાવ ઉંચકાયા છે. જ્યારે હોલસેલ માર્કેટમાં લસણના 300 જ્યારે રિટેઇલ માર્કેટમાં 400નો ભાવ જોવા મળી રહ્યાં છે. શિયાળામાં શાકભાજીના ભાવ ઘટવાને બદલે વધી રહ્યા છે. ત્યારે માગ પ્રમાણે માર્કેટમાં લસણનો જથ્થો ન આવતાં ભાવ ઉંચકાયા છે.

આ કારણોસર વધી રહ્યા છે ભાવ

ચોમાસા દરમિયાન અપૂરતો વરસાદ અને ત્યારપછીના કમોસમી વરસાદને કારણે લસણનું ઉત્પાદન ઘટ્યું છે. મહારાષ્ટ્રના માર્કેટમાં લસણની આવક ઘટતાં ભાવ વધ્યાનો વેપારીઓનો દાવો છે. તથા મોસમી વરસાદને કારણે લસણનું ઉત્પાદન ઘટ્યું છે. જેના કારણે તેમને ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના સપ્લાય પર નિર્ભર રહેવું પડે છે.

મંત્રી ભાનુબેન બાબરીયાની અનોખી સંવેદના, સુશાસનનું 1 વર્ષ પૂર્ણ થતા નાના બાળકો સાથે કરી ઉજવણી

અ’વાદના ચાંદલોડિયામાં રોડ કપાતની કામગીરીમાં બેધારી નીતિ: કોર્પરેટરને પૈસા આપો તો પ્રોપર્ટી બચી જાય, ન આપો તો કપાઈ જાય!! 

અંબાલાલ પટેલની કરોડો ગુજરાતીઓ માટે ઘાતક આગાહી, આજથી 4 દિવસ કમોસમી વરસાદ આટલા જિલ્લાને ઘમરોળશે!!

કેટલાક વેપારીઓના મતે નવો પાક બજારમાં પહોંચતા હજુ સમય લાગશે. આવી સ્થિતિમાં ત્યાં સુધી ભાવ ઊંચા રહેવાની ધારણા છે. ઓક્ટોબર અને નવેમ્બરમાં કમોસમી વરસાદને કારણે ઘણા ભાગોમાં પાક નિષ્ફળ ગયો હતો.


Share this Article