ભાવનગરમાં ગાંધી મહિલા કોલેજનાં આચાર્યએ કોર્પોરેશનની હદમાં રહેતી વિદ્યાર્થિનીઓ ભાજપમાં જોડાવાનો આદેશ આપી દીધાનો મામલો સામે આવતા ખળભળાટ મચ્યો છે. હવે સવાલ ઉઠી રહ્યા છે કે કોના આદેશથી આવી નોટિસ જાહેર કરવામા આવી છે? આ મામલે હવે કોંગ્રેસ મેદાને આવી છે અને કુલપતિને આ અંગે રજૂઆત કરવાની વાત કહી છે. આ સાથે કોલેજના આચાર્યને સસ્પેન્ડ કરવાની માંગ પણ ઉઠી છે.
મળતી માહિતી મુજબ આ મામલો ગાંધી મહિલા કોમર્સ અને આર્ટસ કોલેજથી સામે આવ્યો છે જ્યા અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને એક નોટિસ પાઠવામા આવી છે. ભાજપની કોઈ સંસ્થા હોય તે રીતે અહી સભ્ય બનવા વિદ્યાર્થિનીઓને આદેશ આપી દેવાયો છે. હવે કોંગ્રેસ અને એનએસયુઆઇ તેમજ સેનેટ સભ્યો દ્વારા યુનિવર્સિટીના કુલપતિને આજે બપોરે 12:30 કલાકે કોલેજના આચાર્યને સસ્પેન્ડ કરવા માંગ ઉઠી છે.