મહા વાવાઝોડાનો અસલી ખેલ શરૂ થશે અડધી રાત્રે, થવાનું છે કંઈક એવું જેના વિશે વિચારીને હચમચી જવાશે, જાણો નવું અપડેટ

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Cyclone Biparjoy : અરબ સાગરમાં છેલ્લા કેટલાક દિવસથી ચકરાવો લઈ રહેલું બિપરજોય વાવાઝોડું આખરે ગુજરાતના દરિયા કિનારે ટકરાયું છે. પરંતુ બિપરજોયની આંખ હજુ ટકારાવાની બાકી છે. ગુજરાત હવામાન વિભાગના વૈજ્ઞાનિક વિજિન લાલે કહ્યું કે, બિપરજોય વાવાઝોડાની સેન્ટર આઈ ટકરાવાની બાકી છે. જેથી આગામી કેટલાક ખૂબ જ મહત્વના છે. આંખનો ડાયામિટર લગભગ 50 કિમીનો છે.

જો બિપરજોયની આંખ ટકરાશે તો શું થશે?

બિપરજોયનો વચ્ચેનો ભાગ ટકરાતા દરિયા કિનારાના વિસ્તારોમાં ભયંકર તારાજી જોવા મળશે. 150 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને સાથે ભારે વરસાદ પડશે.

લેન્ડફોલ ચાલુ છે, આગામી પાંચ કલાક ખૂબ મહત્વના

ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાને લેન્ડફોલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. કચ્છના માંડવીથી જખૌ બંદર સુધીના વિસ્તારમાં દરિયામાં તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે. ત્યારે દ્વારકા, જામનગર, ગીર સોમનાથ, મોરબી, અને કચ્છમાં મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થયા ગયા છે.વૃક્ષોને પણ દૂર કરવામાં આવી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ કલાક ખૂબ મહત્વના છે. લેન્ડફોલની પ્રક્રિયા મોડી રાત સુધીમાં પૂર્ણ થશે.

આ પણ વાંચો

બિપરજોય વાવાઝોડાના રેડ એલર્ટ વચ્ચે આ છે રેલવેનો એક્શન પ્લાન, ઘણી ટ્રેનો રદ, જુઓ યાદી

14 દેશો, બે લાખ લોકોના મોત અને ચારેકોર વિનાશ… 19 વર્ષ પહેલા સુનામીની તબાહી જોઈને પણ સહન નહીં થાય

કંડલા અને મુન્દ્રા પોર્ટ ખાલી કરાવાયા! ગાંધીધામ સહિત કચ્છના અનેક ગામો ઝડબેસલાક બંધ, લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ

બિપોરજોય 12 વાગ્યા પછી રાજસ્થાન તરફ ફંટાશે

બિપરજોય ટકરાયા બાદ પાકિસ્તાન કે રાજસ્થાન તરફ ફંટાઈ જશે. જોકે સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાયના વિસ્તારોમાં વાવાઝોડાની અસર નહીંવત રહેશે


Share this Article