પ્રતિક રાઠોડ (ડીસા): સોસીયલ મીડિયા નો સદ ઉપયોગ થાય ત્યાર સુધી તો સારું બાકી કોઈ ને ઠેસ પહોંચે તેવા લખાણો પોસ્ટ કરાય ત્યારે વિખવાદ વકરતો હોય છે તેવોજ કઈક બનાવ બનાસકાંઠા જિલ્લા માં બનતા લોકો એ શાળા પ્રવેશ ઉત્સવ સમય શાળા ને તાળા મરવા પડ્યા હતા.
કોરોના મહામારી બાદ ચાલુ વર્ષે નાના ભૂલકો સહિત ના વિદ્યાર્થીઓ શાળા માં હર્ષોલ્લાસ સાથે જઈ રહ્યા છે.તો બીજી બાજુ નવા પ્રવેશ પાત્ર બાળકો ને મંત્રી અધિકારીઓ કુમકુમ તિલક સાથે પ્રવેશ આપી રહ્યા છે ત્યારે ડીસા તાલુકાના રમુંણ ગામ ની ગામ ની પ્રાથમિક શાળા માં ફરજ બજાવતા આચાર્ય દ્વારા વિવાદિત સ્ટેજસ મુકતા ગામ લોકો માં રોષ જોવા મળી રહ્યો છે જેના લીધે લોકો એ શાળા ને તાળા મારવા ની ફરજ પડી છે.
ગામ લોકો એ જણાવ્યું હતું કે, આચાર્ય દ્વારા જાતિવાદ પર વિવાદિત સોસીયલ મીડિયા પર પોસ્ટ મુકવા માં આવતા અમો એ શાળા ને તાળા લગાવ્યા છે અને જ્યાર સુધી આચાર્ય ની બદલી નહીં થાય ત્યાર સુધી તાળા ન ખોલવા નો નિર્ણય લેવાયો છે.