ભવર મીણા, અમીરગઢ: અમીરગઢ તાલુકાના શિવાલયો મહા શિવરાત્રીના પર્વને લઈ હર હર મહાદેવના નાદથી ગુંજી જ્યારે શિવ ભક્તોએ શિવજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મહા શિવરાત્રી એટલે શિવજીનો મહિમા નો પર્વ આ પવિત્ર દીને શ્રદ્ધાળુઓ દ્વારા શિવજીની ઉપાસના સાથે પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે.
ત્યારે અમીરગઢ તાલુકાના ગિરી કંદરાઓમાં બિરાજમાન શ્રી કેદારનાથ તેમજ બનાસ નદીના કિનારે બિરાજમાન શ્રી વિશેશ્વર મહાદેવની પાવન ધરા પર શિવ ભક્તોની ભીડ ઉમટી હતી.
અત્રે ઉલ્લેખનીય છેકે,અમીરગઢ ના ડુંગરોની વચ્ચે બિરાજમાન પૌરાણિક શિવાલયો પર શિવભક્તો ઉમટી પડી હતી અને ભજન કીર્તન સાથે પૂજા અર્ચના સાથે શીશ નમાવી આશીર્વાદ લીધા હતા.