લોકપત્રિકા ટિમ:બનાસકાંઠા, અનિયમિત વીજળી અને તેમાં પણ ઓછું હોય તેમ કેનાલો નું પાણી બંધ કરી દેવા માં આવતા ધરતીપુત્રો નો પારો આસમાને પહોંચી ગયો છે. ખેડૂતો ને સરકાર રાજી નહીં કરે તો આવનારી ચૂંટણી માં નુકશાન થવા ના સંકેતો સેવાઈ રહ્યા છે.જોકે પાણી માટે ત્રણ થી ચાર વખત રેલીઓ યોજી તંત્ર અને સરકાર નું ધ્યાન ધરતીપુત્રો એ દોર્યું છે.
બનાસકાંઠા જિલ્લામાં ચોમાસુ નબળું રહેતા પાણી ના તળ નીચે ગયા છે તો વળી જળાશયો ના તળ દેખાઈ આવ્યા છે.તેમાં પણ ઓછું હોય તેમ કુદરતી આફતો કમોસમી માવઠા અને વાદળછાયા વાતાવરણ વચ્ચે ખાતર,બિયારણ અને મોટા ભાગ ની વસ્તુઓ ના વધતા જતા ભાવો એ લોકો ની કમ્મર તોડી નાંખી છે તેવા માં ધરતીપુત્રો તેમજ મધ્યમવર્ગ ના લોકો એ પરિવાર નું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે.
સરકાર દ્વારા ખેડૂતો ને વીજળી આપવા નો વાયદો પોકળ સાબિત થયો હોય તેમ અનિયમિત વીજળી આપવા માં આવતી હોવાથી ખેડૂતો પરેશાન થયા છે તો વળી પાણી ની ખેંચ વચ્ચે કેનાલો નું પાણી બંધ કરી દેવા માં આવતા ખેડૂતો પરેશાન થયા છે.જોકે પાણી અને વીજળી મુદ્દે જિલ્લા ભર ના ખેડૂતો તંત્ર ને આવેદનપત્ર આપી વિરોધ સાથે પાણી વીજળી આપવા ની માંગ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છેકે,તંત્ર અને સરકાર દ્વારા ખેડૂતો ની માંગ ને સંતોષવા માં નહિ આવે તો આવનારા દિવસો માં ખેડૂતો રસ્તા પર ઉતરી જશે.