રાજ્યમા 29 જાન્યુઆરીએ જુનિયર ક્લાર્ક પેપર ફૂટી જતા ફરી એકવાર ઉમેદવારોના સપના તુટી ગયા છે. આ બાદ ATS એ આ મામલે તપાસ હાથધરી અને સંડોવાયેલ 16 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ તમામ આરોપીઓ પર કલમ 406, 409, 420 અને 120-બી હેઠળ ગુનો નોંધવામા આવ્યો છે.
જો કે હજુ 4 આરોપીઓ પકડમા આવ્યા નથી. મળતી માહિતી મુજબ પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતો આરોપી શ્રદ્ધાકર લુહાના, સરોજ, ચિરાયુ અને ઇમરાન ફરાર છે. રાજ્ય સરકાર હવે આ મામલે બજેટમાં એક વિધેયક લાવવાની તૈયારી કરી રહી છે જે બાદ કાયદો બનતા આ પ્રકારના ક્ર્ત્યો પર રોક લગાવી શકાય.
નવા બનનારા આ કાયદામાં ર પેપર લીક કરનારા લોકોને સાત કે તેનાથી વધુ વર્ષની જેલની સજા ફટકારવા અને . તો ખરીદનારને પણ ત્રણ વર્ષની સજાની જોગવાઈ થવાની સંભાવના છે.
આ સાથે ભરતી પરીક્ષાના મોનિટરિંગનુ કામ IAS-IPS અધીકારીઓને સોંપવામા આવશે. આ પ્રકારના ગુનાને બિનજામીનપાત્ર અને કોગ્નિઝિબલ બનાવવામા આવશે જેથી આરોપીઓ પર લગામ લગાવી શકાય.
મળતી માહિતી મુજબ આ માટે રાજ્ય સરકાર ફાસ્ટટ્રેક કોર્ટની રચના કરશે. રાજુઅભરમા પેપર લીક થયાના સમાચાર બાદ ઠેર-ઠેર વિરોધ થઈ રહ્યો છે. પરીક્ષા કેન્દ્રો પર સરકાર વિરોધી સૂત્રોચ્ચાર થઈ રહ્યા છે.
ગુજરાત એટીએસની તપાસમા ખુલાસો કર્યો કે રાજ્યોના લોકો સાથે દિલ્હી, તેલંગણા, ઉત્તર પ્રદેશના પણ તાર અહી જોડાયેલા છે. જાણકારી અનુસાર પેપર કાંડની આ આખી ચેઇનની પરીક્ષાના 20 દિવસ પહેલા તૈયાર કરી નાખવામા આવી હતી.
આ સમગ્ર ઘટના અંગે વિગતે વાત કરીએ રો કે.એલ.હાઇટેક પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતા શ્રદ્ધાકર લુહાણાએ આરોપીઓને પેપર આપ્યું અને બદલામાં પ્રદીપકુમારે શ્રદ્ધાકરને રૂ.7 લાખ રૂપિયા આપ્યા.
આ બાદ પ્રદીપકુમારે મોરારી પાસવાન, નરેશ મોહંતીને 5-5 લાખમાં પેપર વેચવાનું નક્કી કર્યું હતું. મોરારી પાસવાને કમલેશને રૂ.6 લાખમાં, કમલેશએ મહંમદ ફિરોઝને રૂ.7 લાખમાં, મહંમદ ફિરોઝ સર્વેશને રૂ.8 લાખમાં, સર્વેશે પ્રભાત કુમાર, મુકેશ, મિન્ટુએ રૂ.9 લાખમાં પેપર વેચવાનો પ્લાન કર્યો હતો.
આ સિવાય આ કાન્ડમા મિન્ટુ કુમારે આ પેપર ભાસ્કર ચૌધરીને રૂ.10 લાખમાં, ભાસ્કર ચૌધરીએ કેતન બારોટ, રાજ બારોટ, અનિકેત ભટ્ટ, ચિરાયુ અને ઇમરાનને રૂ.11 લાખમાં, કેતન, અનિકેત ભટ્ટ, રાજ બારોટ, હાર્દિક શર્મા, પ્રણય શર્માએ તેમના ઓળખીતાઓને રૂ.12 લાખમાં પેપર આપવાનો પ્લાન રેડી કર્યો હતો. આ ઘટનામા સંકડાયેલો આરોપી ભાસ્કર ચૌધરી ક્લાસીસ ચલાવતો હતો. તેનુ દિલ્લીમાં પણ એક ક્લાસીસ છે. તે દિલ્હીથી અન્ય રાજ્યમાં એડમિશન અપાવતો.
આ સિવાય તે ગુજરાત બહાર મેડિકલ-એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને એડમિશન માટે કન્સલ્ટિંગનું કામ કરતો. આ રીતે તેણે છેલ્લા 10 વર્ષમાં 90 હજારથી વધુ વિદ્યાર્થીઓના એડમિશન અપાવ્યા છે.
પેપર લીકની સમગ્ર ઘટનામા સંકડાયેલા આરોપીઓના નામમા પ્રદીપ કુમાર નાયક,ઓડીસા, મુરારી કુમાર પાસવાન, વેસ્ટ બંગાલ, કમલેશ કુમાર ચૌધરી,બિહાર, મોહમદ ફિરોજ, બિહાર, સવેશકુમાર સિંગ,બિહાર, મિન્ટુ રાય, બિહાર, મુકેશકુમાર,બિહાર, પ્રભાતકુમાર ,બિહાર, અનિકેત ભટ્ટ, બરોડા, ભાસ્કર ચૌધરી, બરોડા, કેતન બારોટ, અમદાવાદ, રાજ બારોટ, બરોડા, પ્રણય શર્મા, અમદાવાદ, – હાર્દિક શર્મા, સાબરકાંઠા, નરેશ મોહંતી, સુરતનો સમાવેશ થાય છે.