એક સમાચાર સામે આવ્યા અને કેટલાય પરિવારના ચહેરા પર હાસ્ય રેલાઈ ગયું છે. પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું છે કે, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ હસ્તકના તલાટી-કમ-મંત્રીઓને અપાતા ભથ્થામાં નોધપાત્ર વધારો કરવાનો રાજય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. હવેથી તેમને અપાતા માસિક ખાસ ભથ્થા રૂ.900ના બદલે રૂ.3000નું ખાસ ભથ્થું અપાશે.
રાજય સરકાર દ્વારા તલાટી-કમ-મંત્રીઓ માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવતા લોકોમાં ખુશીનો પારો ચડ્યો છે. ચૂંટણીના વર્ષમાં તલાટી-કમ-મંત્રીઓના ભથ્થામાં રાજ્ય સરકારે નોધપાત્ર વધારો કર્યો. માસિક ખાસ ભથ્થું રૂ.900 ના બદલે રૂ.3000 કર્યું એ બદલ લોકોએ પણ પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી બ્રિજેશ મેરજાનો આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા.
વધારાની જાહેરાત બાદ મંત્રીએ એવી પણ વાત કરી કે ગુજરાત રાજ્ય પંચાયત તલાટી મહામંડળની રજૂઆત પરત્વે હકારાત્મક અભિગમ દાખવીને તલાટી-કમ-મંત્રીઓને હાલમાં આપતા માસિક ખાસ ભથ્થું રૂ.900 ના બદલે રૂ.3000 નું ખાસ ભથ્થું અપાશે. આ ખાસ ભથ્થાની ગણતરી પેન્શનના હેતુ માટે કરવામાં આવશે નહિ. આ નિર્ણયનો અમલ તા.13-09- 2022 થી કરવામાં આવશે.