ભાજપાએ 2014માં કોંગ્રેસ પાસેથી સત્તા આંચકીને દિલ્હીની ગાદી મેળવી હતી, ત્યારથી અત્યાર સુધી અનેક નાના-મોટા ઉતાર ચઢાવો જોઈ દેશને વૈશ્વિક કક્ષાએ અલગ સ્થિતિએ મૂકી છે, ભાજપના કેન્દ્રીય નેતૃત્વ હેઠળ આવતા નેતાઓએ ગુજરાત તેમજ દેશના અલગ-અલગ સ્થળોએ જઈને નવ વર્ષની સફળતાની ગાથા ગાઈ રહ્યા છે, તેના ભાગરૂપે પાટણ જિલ્લાના ચાણસ્મામાં આમ જનતાને નવ વર્ષની ગાથા રજૂ કરવામાં આવી હતી.
આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 9 વર્ષના સુશાસનની સિદ્ધિઓને પ્રજા સમક્ષ લઈ જવા પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષા ર્ડો. દીપિકાબેન સરડવાજીના માર્ગદર્શન મુજબ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકો તેમજ ચાણસ્મા શહેર ખાતે વિશેષ જનસંપર્ક અભિયાન અંતર્ગત આંગણવાડી પરિવાર મિલન કાર્યક્રમમાં પાટણ જિલ્લાના પ્રભારી હિરલબેન દેસાઈની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ જિલ્લા મહિલા મોરચાના અધ્યક્ષા સુષ્માબેન રાવલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. કાર્યક્રમમાં પ્રદેશ મહિલા મોરચાના કોષાધ્યક્ષ પુષ્પાબેન ઠાકોર ,મહામંત્રીઓ તેમજ મોટી સંખ્યામાં હોદ્દેદાર સહભાગી બની આંગણવાડીના બાળકોના વાલીઓ સાથે સંવાદ કર્યો અને પોષણ અભિયાન વિશે વિગતવાર માહિતી આપી તથા મોટા અનાજ (મિલેટ્સ)માંથી બાળકોને મળતા પોષક તત્વો વિશે પણ ચર્ચા કરી હતી.આંગણવાડીના બાળકોને પ્રોટીનના ડબ્બા તેમજ મગનું વિતરણ કરવામાં આવ્યું હતું. આંગણવાડીનો ઉપરોક્ત કાર્યક્રમ જિલ્લાના 10 મંડલોમાં મહિલા મોરચા દ્વારા કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો
આ માણસને 12 પત્નીઓ, 102 બાળકો, 578 પૌત્રો, બાળકોના નામ ભૂલી જાય છે, ક્યારેય કોન્ડોમ નથી વાપર્યું
RBIએ સતત બીજી વાર આપ્યા સૌથી સારા સમાચાર, સાંભળીને કરોડો બેંક ગ્રાહકો ખુશ થઈ ગયા
2014 થી 2023 સુધી ભાજપે જનકલ્યાણમાં જે ભાગીદારી નોંધાવી છે તેના વિશે વાત કરાઈ હતી. કોરોના કાળમાં દેશને આફતથી બચાવવા કયા કયા સકારાત્મક નિર્ણયો થયા, નિશુલ્ક વેક્સિનની વહેંચણી જેવા અલગ અલગ મુદ્દા ઉપર માહિતી આપાઈ હતી. ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે, એક સમયે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ ઘોષણા કરી હતી કે દિલ્હીથી નીકળતો એક રૂપિયો સામાન્ય જનતાના હાથમાં પહોંચતા પૈસામાં પરિણામે છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જન ધન ખાતા દ્વારા લાભાર્થીઓના ખાતામાં સીધા જ પૈસા નાખી સાચા અર્થમાં સેવા કરી છે.