જ્યારથી ગુજરાતમાં રખડતા ઢોરનો મામલો સામે આવ્યો છે ત્યારથી માલધારી સમાજ અને સરકાર વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. એવામાં માલધારી વેદના સમ્મેલનમાં આગેવાનોએ આગામી રણનીતિ પણ નક્કી કરી હતી. જેમાં જો સરકાર માગણી નહી સ્વિકારે તો આગામી સમયમાં ગાંધીનગરમાં વિધાનસભા ઘેરવા તેમજ ચક્કાજામ સહિતના ઉગ્ર કાર્યક્રમો કરવાની ચિમકી ઉચ્ચીરી હતી. એટલુ જ નહીં પરંતુ 21મી તારીખે માલધારી સમાજ સમગ્ર રાજ્યમાં દુધ નહી ભરાવી આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારી હતી. ત્યારે હવે સમાચાર સામે આવી રહ્યા છે કે કાયદો વિધાનસભામાં પસાર થયાના થોડા દિવસમાં તેણે લાગુ કરવાનું મોકૂફ રાખવામાં આવ્યું હતું જે બાદ રખડતા ઢોર નિયંત્રણ કાયદો પરત ખેચાશે તેવો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. આ બિલને કાયદો બનાવવા માટે તેણે રાજ્યપાલ પાસે સહી કરવા મોકલવામાં આવ્યું હતું.
ત્યારે હાલમાં એવું લાગી રહ્યું છે કે હવે રખડતા ઢોર નિયંત્રણ કાયદો પરત ખેચાશે તેવા સંકેત મળી રહ્યા છે. રાજ્યપાલે બીલ પુનઃવિચારણા માટે મોકલ્યું છે જેનો સીધો મતલબ છે કે વિધાનસભા સત્રમાં બીલ પાછું ખેંચાશે. જેના પછી માલધારી સમાજમાં પણ એક નવી જ હરખની હેલી જોવા મળી રહી છે. મહત્વનું છે કે 21 અને 22 સપ્ટેમ્બરે વિધાનસભા સત્ર યોજાવા જઈ રહ્યું છે તેમાં બિલ પાછું ખેંચવાનો પ્રસ્તાવ થઈ શકે એવા પુરા એંધાણ છે. માલધારી સમાજમાં રોષ જોતાં સરકાર દ્વારા બીલ પરત ખેંચવા માટે બાંહેધરી અપાઇ હતી. પણ ઘણા મહિનાઓ વિત્યા છતાં પણ કોઈ નિવેડો ન આવતા 2 દિવસ પહેલા શેરથા ખાતે માલધારીઓનું મહાસંમેલન મળ્યું હતું અને અલગ અલગ 11 માંગણી પણ સરકાર સમક્ષ ધરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા જ માલધારી સમાજનું મોટું મહાસંમલેન શેરથા ખાતે મળ્યું હતું. સરકારે ઢોર નિયંત્રણ બિલ લાવતા માલધારી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. માલધારી સમાજના આગેવાનોનું કહેવું છે, અમે કેટલાય સમયથી અમારા 14 મુદ્દાની માગ કરતા હતા. તેવામાં સરકાર ઢોર નિયંત્રણ બિલ લઈને આવી. જેનાથી એવું લાગી રહ્યુ છે કે, સરકાર માલધારી સમાજને સજા આપવા માગતી હોય. પરંતુ હવે આવા સમાચાર સામે આવતા અલગ જ એંગલ મળી રહ્યો થછે.