બનાસકાંઠા જિલ્લા ના વાવ તાલુકાનું સરહદી રણ ને અડીને આવેલું ચતરપુરા(અસારા)ગામે ઠાકોર સમાજના લોકો વસવાટ કરે છે ચત્તરપુરા ગ્રામજનો ના જણાવ્યા અનુસાર ઘણા સમય થી પીવાનું પાણી મળતું નથી પીવાના પાણી માટે ગ્રામ જનોએ વલખા મારવા પડે છે અને ઘણા ખરા ઘરાંમાં તો પીવાના પાણી ની વિકટ સમસ્યા ના લીધે હીજરત કરવી પડે છે.
હાલમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણી નું ટેન્કર દ્વારા પહોંચવા માં આવે છે અને એ પણ અનિયમિત આવે છે પીવાના પાણી વિના રખડતા પશુઓ પણ તરસા રહે છે વાવ તાલુકા ના ચત્તરપુરાગામે લગભગ પંદર વર્ષ પહેલા સરકાર દ્વારા લાખો રૂપિયા ના ખર્ચે જનતા ના હિત માટે સ્વજલધારા યોજના માં નલ સે જલ યોજના હેઠળ પાણી ની ટાંકી બનાવવામા આવી છે પણ પાણી પુરવઠા વિભાગ દ્વારા જમીનમાં નાખવામાં આવેલ પાણી ની પાઇપ લાઈન માં નું આવતું પાણી ને સંગ્રહ કરવાજમીન માં પાણી નો સઁપ પણ બનાવેલ નથી અને માત્ર ને માત્ર મળતીયાઓ દ્વારા બિલ પાસ કરવા ત્રણ ત્રણ વખત પાણી ની લાઈન નાખેલ છે પાણી ના ટાંકામાંથી પાણી ની પાઇપ લાઈન નાખી સીધું નળ દ્વારા પાણી ઘરો મા આપવાનું છે એ પાણી ની પાઇપ લાઈન ના છેડા પણ હજુ ખુલા છે લાઈનનું કનેકશન પણ હજુ સુધી આપેલ નથી અને ઘરોમાં પાઇપ લાઈન ના અને માત્ર દેખાવ પૂરતા પાણી ના નળ ઉભા કરવામાં આવ્યા છે.
સ્વજલધારા યોજના અંતરગત બનાવવામાં આવેલ પાણી ની ટાંકી માં નલ છે જલ પાણી પુરવઠા કે ગ્રામપંચાયત દ્વારા આજ દિન સુધી ક્યારે પાણી ચઢા વવામાં આવેલ નથી પંચાયત દ્વારા બનાવેલ પશુ માટે પાણી ના હવાડાપણ ખાલી ખમ છે પીવાના પાણી ની વિકટ પરિસ્થિતિ માં પાણી પુરવઠા તંત્ર ના જવાબદાર અધિકારી ઓ દ્વારા ચતરપુરા ગ્રામજનો નો પાણી નો પ્રશ્ન નો ક્યારે હલ થશે એવું ગ્રામજનો એ જણાવ્યું હતું.