ભવર મીણા, પાલનપુર: જિલ્લા ના ધરતીપુત્રો છેલ્લા કેટલાક સમય થી પાણી ના પ્રશ્ન ને લઈ રોષે ભરાયેલા છે ત્યારે માલણ ના હજારો ની સંખ્યા માં ખેડૂતો પાણી મુદ્દે રેલી યોજી કલેક્ટર ને આવેદનપત્ર આપ્યું હતું. પાણીની માંગને લઇને ખેડૂતોએ આજે આંદોલન શરૂ કર્યું છે પાલનપુર તાલુકાના મલાણા ગામેથી આજે પાંચ હજાર જેટલા ખેડૂતોની રેલી પાલનપુર કલેકટર કચેરી ખાતે પ્રસ્થાન કરી છે સો જેટલા ટ્રેકટરો માં પાંચ હજાર જેટલા ખેડૂતો આજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.
પાલનપુર તાલુકાના મલાણા ગામ અને આજુબાજુના પચાસ ગામની જળાશયોમાં પાણી નથી પાણીના તળ 1000 ફૂટ નીચે ગયા છે ત્યારે છેલ્લા ૨૫ વર્ષથી મલાણા તળાવ ભરવાની માંગ છે જોકે પશુપાલકો અને ખેડૂતોને પાણી ન મળતા ખેતીના બુરા હાલ છે.
ત્યારે વારંવારની માગણી છતાં મલાણા સહિતના તળાવો ભરવામાં આવશે આજે પાંચ હજાર જેટલા ખેડૂતોએ ટ્રેકટર રેલી યોજી હતી અને જિલ્લા કલેકટર કચેરી ખાતે પ્રસ્થાન કર્યું હતું.
પાલનપુર પંથક પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલો છે અને પશુપાલનના વ્યવસાય માટે સિંચાઈ માટે પાણીની જરૂર હોય છે જોકે પાલનપુર તાલુકામાં નથી કોઈ ડેમ કે નથી કોઈ તળાવ કોઈ કેનાલની પણ સુવિધા નથી.
ત્યારે પશુપાલકોને પણ સિંચાઈના પાણી લઈને ખૂબ જ મુશ્કેલીઓ ભોગવવી પડતી હોય છે ત્યારે આજે મહિલાઓ સહિત ખેડૂતોએ આજે ટ્રેક્ટર રેલીમાં જોડાઈ અને આ આંદોલનને આહ્વાન કર્યું હતું.
છેલ્લા ૨૫ વર્ષથી સરકાર પાણીને લઇને લોલીપોપ આપી રહી છે ત્યારે આખરે ખેડૂતોને આંદોલનનો માર્ગ અપનાવવો પડયો છે અને આજે પાલનપુર તાલુકાના મડાણા ગામ થી ૫૦૦૦ જેટલા ખેડૂતોએ ટ્રેકટર રેલી સ્વરૂપે પ્રસ્થાન કર્યું છે ત્યારે શહેરોમાં પણ રેલી ફરશે અને કલેકટરને આવેદનપત્ર આપશે આગામી સમયમાં પાણીની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આનાથી પણ ઉગ્ર આંદોલન થશે