જામનગરના ગોકુલ નગર વિસ્તારમાંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહી એક જ પરિવારના પાંચ સભ્યો એકસાથે અચાનક 10 દિવસથી ગુમ ગયા છે. પરિવાર હોટલનો ધંધો કરતો હતો. આ પાછળનુ કારણ આર્થીક સંકળામણ માનવામા આવી રહ્યુ છે. આ બાદ પોલીસે આ મામલે તપાસ હાથધરી છે જેમા ઘરમાંથી મોબાઈલ ફોન, સીમ કાર્ડ તુટેલી હાલતમાં મળી આવ્યા છે.
મળતી માહિતી મુજબ પરિવારમા અરવિંદભાઈ નિમાવત ઉં.વ 52 અને તેમના પત્ની શિલ્પાબેન અરવિંદભાઈ નિમાવત ઉં.વ45, દીકરી કિરણ અરવિંદભાઈ નિમાવત ઉં.વ26, દીકરો કરણ અરવિંદભાઈ નિમાવત ઉં.વ22, અન્ય એક દીકરાનો સમાવેશ થાય છે. આ પરિવાર 11 માર્ચના દિવસથી ઘરથી ચાલ્યા ગયા હોવાનુ સામે આવ્યુ છે જે અંગે હવે જામનગર સીટી સી ડિવિઝનમાં તપાસ ચાલી રહી છે.
આ અંગે પી.આઈ એન. એ. ચાવડાએ માહિતી આપતા જણાવ્યું હતું કે ગોકુલ નગરમાં રહેતો એક પરિવાર ગુમ થયો છે અને તેમના ઘરેથી મોબાઈલ, સીમકાર્ડ તુટેલા મળ્યા છે. હાલ ટેકનિકલ એનાલીસીસ અને સગા સંબંધીની પૂછપરછ ચાલી રહી છે. આ કેસમા જાણવા મળ્યુ છે કે આર્થિક સંકળામણના કારણે આખો પરિવાર અચાનક ગાયબ થઈ ગયો છે.