ભવર મીણા (પાલનપુર)
એક બાજુ કોરોનાની સ્પીડમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે તો, બીજી બાજુ સતત શિયાળાની મૌસમ દરમિયાન કમોસમી વરસાદ, વાદળછાયું વાતાવરણ રહેતા તેમજ રવિ પાકમાં રોગની ચિંતાને લઈ ધરતીપુત્રો ચિંતિત બન્યા છે. શિયાળાની શરૂઆત સાથે ખેડૂતો પોતાના ખેતરોમાં વાવણી કરવા સારી ખેતી મેળવવાની આશા સાથે જોતરાઈ જાય અને વધુ ઉત્પાદન મેળવવા માટે રાત દિવસના ઉજાગરા વેઠે છે. પરંતુ શિયાળામાં ક્યારેક કમોસમી વરસાદ તો ક્યારેક સતત વાદળછાયું વાતાવરણ રહેતા રવિ સીજનની ખેતી રોગ આવવાની ચિંતા વધી ગઈ છે. અમીરગઢ, બનાસકાંઠા સહિતના વિસ્તારમાં શુક્રવારની વહેલી સવારે કાળા ડીમાંગ સાથે આકાશમાં વાદળો ઘોરભાઈ ગયા હતા, જેથી ખેતરોમાં તૈયાર થયેલા પાકને રોગને લઈ નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
ખેડૂત જ્યેતિ પટેલે જણાવ્યું હતું કે, શિયાળા દરમિયાન સતત મોસમમાં બદલાવ આવવાના લીધે રવિ સીઝનના પાકના ઉત્પાદન માં ઘટાડો નોંધાઇ રહ્યો છે. જ્યારે વાદળો છવાતા વરિયાળી, બટાકા, રાયડાના પાકમાં મોલો મછી નામની જીવાત પડવાના વધુ સંકેતો સેવાઈ રહ્યા હોવાથી ખેતી ઉત્પાદનમાં નુકશાન થવા ની ભીતિ સેવાઈ રહી છે.