દેવાયત ખવડે જ્યારથી રાજકોટના કોંઢ ગામના ક્ષત્રિય યુવાન પર હુમલો કર્યો ત્યારથી તેની મુશ્કેલી વધી ગઈ છે. આ હુમલો કર્યા બાદ તે ઘટના સ્થળેથી ભાગી ગયો હતો અને હવે પોલીસ તેની શોધ કરી રહી છે પણ હજુ સુધી કોઈ માહિતી મળી નથી. આ મામલે હવે ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે. ક્ષત્રિય સમાજ કાલાવડ હવે હુમલાખોરોને પકડી પાડવાની માંગ કરી છે.
આ સાર્થે કાલાવડમાં કોઈપણ જગ્યાએ આ કલાકારનો કાર્યક્રમ નહીં થવા દેવાની ખુલ્લી ચીમકી આપી છે. બીજી તરફ મયુરસિંહ રાણાના પરિવારે પણ આક્ષેપ કર્યો છે કે દેવાયત ખવડ અને પોલીસ વચ્ચે સાઠગાંઠ છે આથી જ 8 દિવસ થયા હોવા છતાં હજુ પણ દેવાયત ખવડની ધરપકડ થઈ શકી નથી.
હવે આ મામલે રાજકોટમાં ક્ષત્રિય સમાજે પોલીસ કમિશ્નર કચેરીએ રજૂઆત છે કે 24 કલાકમાં દેવાયત ખવડની ધરપકડ કરવામા આવે.
મળતી માહિતી મુજબ રાજકોટમાં મયુરસિંહ રાણા નામના યુવક પર જીવલેણ હુમલો કર્યા બાદ આ મામલે એ-ડિવિઝન પોલીસ સ્ટેશમા દેવાયત ખવડ અને તેનાં સાથીદારો સામે ફરિયાદ દાખલ કરવામા આવી હતી. જો કે દેવાયત ખવડે આગોતરા જામીનની અરજી કરી હોવાના પણ સમાચાર છે. આજે રાજકોટ કોર્ટમાં દેવાયત ખવડની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે.