જીતુભાઈ વાઘાણી અને વિવાદને ખુબ જૂનો નાતો છે. કારણ કે જ્યારથી જ વાઘાણી રાજકારણમાં આવ્યા છે કોઈને કોઈ વિવાદ સાથે એમનું નામ આવે આવે ને આવે જ. ત્યારે ફરીવાર હવે ચૂંટણી ટાંણે જ એમના જ મત વિસ્તારમાં લોકો એમને ન ચાહતા હોવાનું સામે આવ્યું છે. શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીના મત વિસ્તારમાં જીતુભાઇ વિરુદ્ધ પ્રચંડ અસંતોષ જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી મુજબ 2 દિવસ પેલા જીતુભાઇ વાઘાણીના મત વિસ્તાર ભાવનગર પશ્ચિમ વિધાનસભાના બીજેપી કાર્યકરો એન હોદેદારોએ જીતુભાઇ વિરુદ્ધ મિટિંગ કરી હતી. જેમાં જીતુભાઇની ટીકીટ કપાય એના માટે ઉપર લેવલ સુધી રાજુવાત કરવાનું નક્કી થયું હોવાની માહિતી મળી રહી છે. આમ જોઈએ તો આ અસંતોષ કેટલાય સમયથી છે જ પરંતુ હવે કાર્યકરો અને હોદેદારો ખૂલીને વિરોધમાં આવી રહ્યાં છે. આ બેઠકમાં પૂર્વ મહામંત્રી, પૂર્વ કોર્પોરેટર અને કેટલાય કાર્યકરો હાજર રહ્યા હતા. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે જીતુભાઇ વાઘાણીનું શું થાય છે. ટિકિટ મળે છે કે કેમ?
ભાજપ પ્રદેશ પ્રમુખ અને આખા બોલા જીતુ વાઘાણી ઘણા સમયથી વિવાદોમાં રહે છે. તેઓ ઘણીવાર વિવાદાસ્પદ નિવેદનોથી તો ક્યારેક સગા સંબંધીઓને કારણે સતત મુશ્કેલીમાં મુકાતા રહે છે. તેમાં પણ છેલ્લા એક વર્ષથી વાઘાણી સસરા, પુત્ર અને પિતરાઈને કારણે વિવાદોમાં રહ્યા છે. તાજેતરમાં તેમનો પિતરાઈ સુરેશ શિવા માધવાણીએ તેમના જ કારખાનાની ગેલરીમાં એક સગીરાની જાતીય સતામણી કરવાના કેસમાં ફસાયા છે. આમ વાઘાણી અને વિવાદ સતત સાથે ચાલતા રહ્યા છે.