અંબાલાલ પટેલની આગાહી, આગામી 3 દિવસ તાપમાનમાં ફેરફારની શક્યતા નહીવત, 3 દિવસ બાદ તાપમાનમાં થશે ઘટાડો

Desk Editor
By Desk Editor
Share this Article

Gujarat Weathar: ગુજરાતમાં ગુલાબી ઠંડી વચ્ચે હવામાન વિભાગે ફરી એકવાર આગાહી કરી છે. આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેવાની શક્યતા છે. તમને જણાવી દઈએ કે આગામી 3 દિવસ તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા નહીવત રહેશે જ્યારે 3 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થઈ શકે.

હવામાન વિભાગે છેલ્લા 24 કલાકના તાપમાનની વાત કરતા કહ્યું કે, સૌરાષ્ટ્ર રિઝન સામાન્ય વરસાદ થયો છે. દાહોદમાં પણ હળવો વરસાદ વરસ્યો છે. દ્વારકામાં 27 અને ભૂજમાં 26.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આજે અમદાવાદમાં તાપમાન 27 ડિગ્રી નોંધાયું છે. જ્યારે વડોદરામાં 29 અને સુરતમાં 31.4 જ્યારે રાજકોટમાં 31.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

અંબાલાલ પટેલની આગાહી

અંબાલાલ પટેલે જણાવ્યું કે, અમદાવાદમાં પતંગના રસિકો માટે સારા સમાચાર છે. આ વખતે પવનની ગતિ સારી રહેશે. આ વખતે ઉત્તરાયણ ઉપર વાતાવરણ સાનુકૂળ રહેશે. ઉત્તરાયણના રોજ ઠંડા પવનો ફૂંકાય તેવી શક્યતા જોવા મળી રહી છે.

વિદેશની જેમ દ્વારકામાં લોકો જોઈ શકાશે ડોલ્ફીન, સરકાર અને અક્ષર ટ્રાવેલ્સ વચ્ચે થયા 20 કરોડના MoU, જાણો વિગત

Big Breaking: ગિફ્ટ સિટીમાં દારૂ પરમિટ આપવાનું શરૂ, સરકારની જાહેરાત બાદ સત્તાવાર અપાઈ છૂટ, જાણો ક્યાં મળશે દારૂ?

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો-2024: ટુ- વ્હીલરથી ટ્રેક્ટર સુધી ઇ-વાહનો વિશાળ શ્રેણી પ્રદર્શિત

એટલે કે એમ કહી શકાય કે આ વખતે ઉત્તરાયણ પર સારો એવો પવન રહેવાની શક્યતા છે. અત્રે નોંધનીય છે કે, હાલ સમગ્ર રાજ્યમાં ઠંડીનું જોર યથાવત છે. રાજ્યમાં તારીખ 11 જાન્યુઆરીએ ઠંડીનો ચમકારો વધશે.


Share this Article