બનાસકાંઠા જિલ્લાના થરાદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પંજાબના એક વેપારી સાથે અહીના ડીસામાં 80 લાખની લૂંટ થઈ છે. હાલ આ મામલે 6 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. પંજાબનો વેપારી વિશાલ મહેન્દ્રસિંગ સોની (જૌરા) પોતાના સાળા સાથે ગુજરાત આવ્યો અને આ દરમિયાન તેની ઓળખ ઇમોર્ટ એજન્ટ સાથે થઈ. આ બાદ તેઓ વચ્ચે બજાર ભાવથી 10 ટકા ઓછા ભાવથી સોનાની લેણદેણની વાતો થઈ.
મળતી માહિતી મુજબ પહેલા ઉસ્માન, અલી અને રસુલ નામના શખસોએ બે-ત્રણ સોનાનાં બિસ્કિટ બતાવી 100-100 ગ્રામનાં બે બિસ્કીટ પંજાબના વેપારીને રૂ.9,40,000માં આપ્યાં હતાં. આ પછી 80 લાખમાં બે કિલો સોનું આપવાની લાલચ આપી અને લાલચમા આવીને વેપારીએ 30 લાખ ઉછીના લઈને થરાદથી 50લાખના સોનાની ડીલ કરી. જ્યારે જીતું 80 લાખ ભરેલ થેલો લઇને તેમની ગાડીમાંથી લઇને ઉતરીને સ્કોર્પીયોમાં બેસવા લાગ્યો ગયો ત્યારે રિવોલ્વર કાઢી પંજાબના વેપારી વિશાલના કપાળે મૂકી દેવામા આવી. 80 લાખની લૂંટ થયા બાદ વિશાલ પંજાબ જતો રહ્યો હતો
આ બાદ હવે વિશાલે થરાદ પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે અને ભુજના રસુલ નામના શખ્સની અટકાયત પણ કરી છે. હવે આ મામલે આરોપીઓને શોધવા માટે પોલીસ સાથે જિલ્લા LCB, અમદાવાદ ક્રાઈમ બ્રાંચ સહિતની ટીમ કામે લાગી છે.