ગુજરાતમાં હવે નવરાત્રિનો તહેવાર આવનાર છે, ત્યારે આ વર્ષે મેઘરાજા નવરાત્રી બગાડશે કે કેમ તેને લઈને પણ ખેલૈયાઓ અને નવરાત્રી રસીકોને સવાલો થઈ રહ્યા છે. કોરોના બાદ બે વર્ષ બાદ ગુજરાતમાં નવરાત્રિનો તહેવાર યોજાવા જઈ રહ્યો છે. પરંતુ હાલની વરસાદની સ્થિતિ જાેતા ખૈલેયાઓ ચિંતામાં પેઠા છે. ત્યારે જાણવા મળી રહ્યું છે કે ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ જાેવા મળશે.
૩૦ અને ૩૧ તારીખે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આંશકા છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના કેટલાકમા વિસ્તારમા વરસાદ આવી શકે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ આવવાની શક્યતા છે. સપ્ટેમ્બરની શરૂઆત અને મહિનાના બીજા સપ્તાહમાં વરસાદ તૂટી પડશે.
શ્રાવણ માસમાં વરસાદનું જાેર વધ્યા બાદ આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ઓગસ્ટ મહિનાના અંતમાં તારીખ ૨૬થી ૩૧ દરમિયાન રાજ્યમાં વરસાદ રહેવાની સંભાવના છે.
ગુજરાતના હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ઓગસ્ટના અંતની સાથે સપ્ટેમ્બરની શરુઆત અને મધ્યમાં વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે.
તેમણે જણાવ્યું છે કે, રાજ્યમાં ઓગસ્ટના અંતમાં ૨૬થી ૩૧ દરમિયાન વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેમણે સપ્ટેમ્બર મહિના દરમિયાન ૧૨ અને ૧૩ તારીખે તથા ૧૭થી ૨૨ દરમિયાન પણ વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. રાજ્યમાં હર્ષો ઉલ્લાસ સાથે નવરાત્રી ૨૬ સપ્ટેમ્બરથી શરુ થઈ રહી છે જાે આ સમય દરમિયાન વરસાદ થયો તો ખેલૈયાના રંગમાં ભંગ પડી શકે છે.
પાછલા વર્ષે પણ ચોમાસું પૂર્ણ થયા પછી પણ કમોસમી વરસાદ ડિસેમ્બર અને જાન્યુઆરી મહિના સુધી વરસતો રહ્યો હતો. ચાલુ વર્ષે ૧૦૦ ટકા વરસાદ થઈ ગયો છે આમ છતાં હજુ રાજ્ય પર વરસાદી માહોલ જામેલો છે. મહત્વનું છે કે, હવામાન ખાતાના અપડેટ અનુસાર, આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે.
હાલ રાજ્યમાં વરસાદની શક્યતા ઓછી છે. તો કેટલાક વિસ્તારોમાં છુટા છવાયો વરસાદ પડી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. આ સિવાય દક્ષિણ ગુજરાત, બનાસકાંઠા અને સાબરકાંઠામાં આગામી બે દિવસ હળવો વરસાદ પડી શકે છે.