રાજ્યમાં એક પછી એક માવઠાની આગાહી કરવામાં આવી છે. ઉનાળાના શરૂ થતા જ માવઠાને અનેક વિસ્તારોના વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો હતો. તેવામાં રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. હવામાન વિભાગે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.
વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. 4 અને 5 એપ્રિલે કમોસમી વરસાદની આગાહી કરાઈ છે તેમજ 4 એપ્રિલે કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી અને 5 એપ્રિલે બનાસકાંઠા અને સાબરકાંઠામાં આગાહી કરવામાં આવી છે. આગામી 3 દિવસ બાદ ગરમીમાં વધારો થશે અને મોટાભાગના શહેરોમાં તાપમાન 35 ડિગ્રીથી વધુ નોંધાશે. હજુ પણ 2થી 4 ડિગ્રી તાપમાન વધવાની સંભાવના છે.
CSKના 14 કરોડના ખેલાડીએ જીતેલી બાજીની પથારી ફેરવી નાખી, એક ઓવર નાખી અને GTને લાડવો મળી ગયો
થોડા સમય પહેલા રાજ્યના કેટલાક જિલ્લાઓના વિસ્તારમાં કમોસમી વરસાદ થયો હતો જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયુ છે. કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની અસર માંડ પૂરી થઈ ત્યાં ફરી વધુ એક વખત રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતો મુંજાયા છે.