રાજ્યના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે હવે બીજીવાર શપથ ગ્રહણ કરી લીધા છે. સાથે જ કુલ 16 મંત્રીઓએ પણ શપથ લીધા છે. શપથ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, નાયબ મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ સહિત અનેક લોકો હાજર રહ્યાં હતા અને આ કાર્યક્રમને અનેક રીતે શોભાવી દીધો હતો. ત્યારે બીજી એક ચર્ચા પણ ભારે જોરોશોરોથી થઈ રહી છે કે કોના કોના પત્તા કપાયા છે અને શા કારણે કપાયા છે.
જો આવા નામની ચર્ચા વિચારણા કરીએ તો પહેલું નામ જીતુ વાઘાણીનું છે. આ સિવાય સુરતથી ધારાસભ્ય પૂર્ણેશ મોદી, વિનો મોરડિયાને પણ તક મળી નથી. ભૂપેન્દ્ર પટેલના પ્રથમ કાર્યકાળમાં મહિલા મંત્રી તરીકે સામેલ મનીષા વકીલ, નિમિષા સુથારને પણ તક મળી નથી. આ સિવાય અર્જુનસિંહ ચૌહાણ, કિરીટ સિંહ રાણા, જીતુ ચૌધરી, ગજેન્દ્રસિંહ પરમારને પણ તક મળી નથી.
કુલ આટલા મંત્રીઓને કોઈને કોઈ કારણોસર જગ્યા આપવામાં આવી નથી…
જીતુ વાઘાણી
પૂર્ણેશ મોદી
કિરીટસિંહ રાણા
અર્જુનસિંહ ચૌહાણ
જીતુ ચૌધરી
મનિષા વકીલ
નિમિષા સુથાર
ગજેન્દ્રસિંહ પરમાર
વિનુ મોરડિયા
દેવા માલમ
ભૂપેન્દ્ર દાદાની નવી સરકારના મંત્રીઓની વાત કરીએ તો,
*કેબિનેટ કક્ષાના મંત્રી
કનુભાઈ દેસાઈ, પારડી બેઠક
બલવંતસિંહ રાજપુત, સિદ્ધપુર બેઠક
રાઘવજી પટેલ, જામનગર ગ્રામ્ય
ઋષિકેશ પટેલ, વીસનગર
કુંવરજી બાવળિયા, જસદણ
મૂળુભાઈ બેરા, ખંભાળિયા બેઠક
કુબેર ડિંડોર
ભાનુબેન બાબરિયા, રાજકોટ ગ્રામ્ય બેઠક
*રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલા
હર્ષ સંઘવી, મજુરા બેઠક
જગદીશ વિશ્વકર્મા (પંચાલ), નિકોલ બેઠક
*રાજ્ય કક્ષાના મંત્રીઓ
પરસોત્તમ સોલંકી, ભાવનગર ગ્રામ્ય બેઠક
બચુભાઈ ખાબડ, દેવગઢ બારીયા
મુકેશ પટેલે, ઓલપાડ બેઠક
પ્રફુલ પાનસેરિયા, કામરેજ બેઠક
ભીખુસિંહ પરમાર, મોડાસા બેઠક
કુંવરજી હળપતિ, માંડવી બેઠક