અમુક ઘટનાઓ એવી સામે આવે કે ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા પર ઘેરા સવાલ ઉભા થાય છે. કારણ કે હવે જે ઘટના સામે આવી છે એમાં વડોદરાની જૈન ધર્મશાળાના બાથરૂમમાં નહાતી યુવતીનો વીડિયો ઉતારવાની ઘટના સામે આવી છે. જો કે જે પણ હરામી આ વીડિયો ઉતારવાની કોશિશ કરતો હતો એ શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે અને હવે એને જેલની જ હવા ખાવાની છે. ત્યારે આ કિસ્સાને હાલમાં વડોદરામાંથી યુવતીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો માનવામાં આવી રહ્યો છે.
વિગતે વાત કરવામાં આવે તો વડોદરાના પાણીગેટ વિસ્તારમાં આવેલી શ્રી વિજય વલ્લભ ધર્મશાળામાંથી આ ઘટના બહાર આવી છે. ધર્મશાળાના બાથરૂમમાં નહાતી યુવતીનો વીડિયો ઉતારવાની કોશિશ કરવામાં આવી છે અને એક શખ્સને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ઝડપી પાડ્યો છે. હાલ પોલીસે આરોપીનો મોબાઇલ કબજે લઇ એફ.એસ.એલ.માં મોકલ્યો છે. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યાં છે. ઘટનાને પગલે ધર્મશાળાના સંચાલકો પણ આમતેમ દોડતા થઈ ગયા છે અને કાર્યવાહીના રવાડે ચડ્યા છે. મધ્ય પ્રદેશના નાગદા ખાતે રહેતી 30 વર્ષીય યુવતી પોતાના પિતાની આંખની સારવાર કરવા માટે વડોદરા આવી અને એની સાથે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે.
વડોદરામાં આ યુવતી પાણીગેટ વિસ્તારમાં આવેલી શ્રી વિજય વલ્લભ જૈન ધર્મશાળામાં હોલ્ટ હતી. ગત બુધવારે તે ધર્મશાળાના બાથરૂમમાં નહાવા ગઈ હતી. ત્યારે તેને એવું લાગ્યું કે બાથરૂમની બારીમાં કોઈ છે. જેથી તેણે પાછળ વળીને જોયું તો એક શખ્સ બારીમાંથી વીડિયો ઉતારતો હતો. જેથી યુવતીએ બુમાબુમ કરી. આ રાડારાડી સાથે જ શખ્સ ત્યાંથી ભાગી ગયો હતો. યુવતીએ બહાર આવીને સમગ્ર હકીકત પોતાના પિતાને જણાવી અને પછી પિતાએ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કર્યો. જે બાદ યુવતીએ આ મામલે ફરિયાદ પણ નોંધાવી દીધી હતી.
મિનિટમાં ચામડી દાઝી જાય એવી ગરમી માટે તૈયાર થઈ જાઓ ગુજરાતીઓ, ફેબ્રુઆરીના અંતમાં ભયંકર ગરમીની આગાહી
હવે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. જ્યારે પોલીસની ટીમે ધર્મશાળામાં લાગેલા સીસીટીવી કેમેરાની ફૂટેજ તપાસ્યા તો ધર્મશાળાના રસોડામાં હેલ્પર તરીકે કામ કરતા વિજય મહેતા નામનો યુવક યુવતીના રૂમમાંથી બહાર નીકળતો જોવા મળ્યો હતો. જેથી પોલીસે તેને બોલાવીને કડક પૂછપરછ કરતા તે પોપટની જેમ બોલવા લાગ્યો હતો. હવે તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.