ભાસ્કર વૈદ્ય (સોમનાથ)
મકરસંક્રાતિને લઈને દરેક વ્યક્તિ ઉત્સાહિત છે, પરંતુ આ ઉત્સાહમાંને ઉત્સાહમાં દરેક વ્યક્તિ પતંગ ચગાવતી વખતે પંખીઓને થતી ઇજાને ભૂલી જાય છે. મકરસંક્રાંતિનો આ ઉત્સવ કલરવ કરતાં પક્ષીઓ માટે જોખમરૂપ સાબિત થતો હોય છે. ત્યારે આ પર્વમાં પંતગના દોરાથી ઘાયલ પક્ષીઓને બચાવવા માટે કરૂણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેના માધ્યમથી ઉતરાયણ પર્વમાં ઘાયલ થતા પક્ષીઓને બચાવવા માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવે છે.
તા.૨૦ જાન્યુઆરી સુધી ચાલનાર આ અભિયાન દરમિયાન ગીર સોમનાથ જિલ્લાના સરકારી પશુ હોસ્પિટલ ખાતે વેટરનરી ડોક્ટર સાથે સમગ્ર ટીમ ઘાયલ પક્ષીઓની સારવાર માટે ઉપલબ્ધ રહેશે. તેમજ જામવાળા ખાતે એક રેસક્યુ સેન્ટર કાર્યરત રહેશે.
વન વિભાગના કર્મચારીઓની ટીમ પણ ૧૦ રેન્જ વિસ્તારમાં સતત ખડે પગે રહીને ઘાયલ પક્ષીઓને બચાવવા તેમજ નડતરરૂપ દોરીઓને હટાવવા માટે કાર્યરત રહેશે. ઉતરાયણને લઈને તમામ રેન્જ કચેરીઓ ખાતે કંન્ટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યાં છે. જેથી પક્ષીઓની જાણકારી લોકો તંત્ર સુધી પહોંચાડી શકે. તેમજ સામાજિક સંસ્થાઓના સ્વયં સેવકોની મદદ પણ કરૂણા અભિયાનમાં લેવામાં આવશે. વેરાવળ, ઉના, કોડીનાર, સુત્રાપાડા, ગીર ગઢડા, તાલાળા, પ્રાચી, આજોઠા, આલીદર, સુપાસી, ધોકડવા ખાતે પશુ હોસ્પિટલ પણ આવેલ છે. આમ, ઘાયલ પક્ષીઓની સારવાર માટે આ પશુ દવાખાના ઉપરાંત કંન્ટ્રોલ રૂમનો સંપર્ક કરવાનો રહેશે.
ઘાયલ પક્ષીઓને બચાવવા માટે ક્યાં સંપર્ક કરવો ?
ઘાયલ પક્ષીઓની બચાવવા માટે સામાજિક વનીકરણ રેન્જ, પ્રભાસપાટણ (૦૨૮૭૬) ૨૨૨૨૯૩,
સામાજિક વનીકરણ રેન્જ, કોડીનાર (૦૨૭૯૫)૨૨૦૫૩૯,
સામાજિક વનીકરણ રેન્જ, ઉના (૦૨૮૭૫) ૨૨૧૮૮૦,
વેરાવળ રેન્જ, (૦૨૮૭૬) ૨૨૨૨૯૨,
જસાધાર રેન્જ, મો.૯૪૨૭૨૬૧૪૪૨,
તાલાળા રેન્જ, (૦૨૮૭૭) ૨૨૨૪૫૭,
બાબરીયા રેન્જ, મો.૯૫૧૦૦૩૮૨૬૨,
જામવાળા રેન્જ, મો.૯૫૮૬૪૦૪૧૭૧,
વાયરલેસ સ્ટેશન, બામણાસા-આંકોલવાડી રેન્જ (૦૨૮૭૭) ૨૩૩૯૧૨,
સુત્રાપાડા રાઉન્ડ કચેરી મો. ૮૮૪૯૮૦૩૭૮૮
જાંખીયા થાણા મો.૮૧૬૦૪૦૬૧૫૦ પર સંપર્ક કરવો.