ભવર મીણા ( પાલનપુર ): હિન્દૂ નવ વર્ષનો પ્રારંભ ચૈત્રી નવરાત્રી સાથે થાય છે જોકે આ વર્ષે નવરાત્રીનો પ્રારંભ આજથી એટલે કે 2 એપ્રિલથી 10 એપ્રિલ સુધી ચાલશે. જેમાં માતા રાણીના ભક્તો માતાજીનો પૂજા અર્ચના કરશે અને તેઓ બે સમય પૂજાપાઠ કરશે. નવરાત્રીના નવ દિવસમાં પાંચ દિવસ સર્વાર્થસિદ્ધિ યોગ છે જેમાં એક રવિ પુષ્પ યોગનો પણ સમાવેશ થાય છે. માતા રાણી તેમજ કુળદેવીને રીઝવવાનો તેમજ દેવી પૂજા અર્ચનાનો પર્વ એટલે ચૈત્રી નવરાત્રી.
આ વખતે 2 એપ્રિલથી શરૂ થનાર હિન્દૂ નવ વર્ષ તેમજ ચૈત્રી નવરાત્રીના પર્વની ઉજવણી કોરોના મહામારીના બે વર્ષ બાદ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવશે. તેમજ માતાજીના દરબાર પણ રોશની તેમજ શણગારથી સજાવવામાં આવશે. શાસ્ત્રીજીના જણાવ્યા મુજબ આ વખતે માતાજી અશ્વની સવારી પર આવશે. જોકે અશ્વ એ યુદ્ધની નિશાની હોવાથી આવનારા દિવસોમાં સત્તા સિયાસિત યુદ્ધ ચાલશે.
જ્યારે નમવીના સિવસે માતાજી ભેંસની સવારી સાથે પ્રસ્થાન કરશે જે સંકટ,દુઃખ રોગ લઈ જશે , આ નવરાત્રી પર ખાસ તો એ છે કે, નવ દિવસમાં પાંચ દિવસ રવિ પુષ્પ યોગ સાથે અન્ય વિશેષ યોગ છે.જે દેવી ભક્તો માટે શુભ કહેવા માં આવશે. જયરાજ પર્વત માળા પર બિરાજમાન શ્રી કેદારનાથ મહાદેવ ના પૂજારી ભરત પ્રસાદ શાસ્ત્રી જી એ જણાવ્યું હતું કે ,માતાજી ની પૂજા અર્ચના તેમજ ઘટ સ્થાપના બે એપ્રિલ ના સવારે 7:52 થી 9:25 સુધી એમજ 12:35 થી સાંજે 5 વાગે સુધી શ્રેષ્ઠ છે