ગુજરાત સરકારનો મોટો નિણર્ય, ગુજરાતી ભાષાનો વ્યાપ વધારવા 8 મહાનગરોમાં કરાશે આ કામ

Lok Patrika
By Lok Patrika
Share this Article

રાજ્યમાં ગુજરાતી ભાષાનો વ્યાપ વધારવા ગુજરાત સરકારે મહત્વનો ર્નિણય લીધો છે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગે ઠરાવ પસાર કર્યો કે, રાજ્યના ૮ મહાનગરોમાં તમામ સરકારી કચેરીઓ, પરિસરો અને સાર્વજનિક સ્થળોએ લખાણમાં ગુજરાતી ભાષાનો ફરજિયાત ઉપયોગ કરવાનો રહેશે. ખાનગી માલિકીના સાર્વજનિક સ્થળોએ પણ ગુજરાતી ભાષાના ફરજિયાત ઉપયોગની સૂચના અપાઈ છે. તમામ મનપા કમિશનરોએ આ બાબતે અમલીકરણ કરવાનું રહેશે.

૨૧ ફેબ્રુઆરીએ ગુજરાતી માતૃભાષા દિવસ છે, ત્યારે એ પહેલા ગુજરાત સરકારે મહત્વનો ર્નિણય લીધો છે. અત્યાર સુધી આપણે જાહેર સ્થળો પર અંગ્રેજીમાં લખાણ લખેલા બોર્ડ જાેતા હતા, પરંતુ હવેથી આ બોર્ડ ગુજરાતી ભાષામાં જાેવા મળશે. આ સૂચનાનો ફરજિયાતપણે પાલન કરવાનો રહેશે. અંગ્રેજી ભાષાના ચલણ વચ્ચે ગુજરાતી ભાષાને જીવંત રાખવા સરકારનો આ પ્રયાસ સરાહનીય છે. ગુજરાતીઓ જ પોતાની ભાષા ભૂલવા લાગ્યા હતા, ત્યારે તેને જાળવી રાખવા આ મહત્વનો ર્નિણય સાબિત થશે.

અનેક રાજ્યોમાં તેમની પ્રાદેશિક ભાષામાં બોર્ડ હોય છે. ઉત્તર ભારતમાં હિન્દી ભાષામાં બોર્ડ હોય છે. દરેક જગ્યાએ અંગ્રેજીની સાથે સાથે ગુજરાતીનો પણ વિકલ્પ આપવો જાેઈએ. રાજ્યમાં ગુજરાતી ભાષાનો વ્યાપ વધારવા સરકારે મહત્વનુ પગલુ ભર્યુ છે. હવેથી ગુજરાતમાં જાહેર સ્થળો પર લખાણમાં ગુજરાતી ભાષાનો ફરજિયાત ઉપયોગ કરવો પડશે. રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગે ઠરાવ પસાર કર્યો છે.

જેનો અમલ ૮ મહાનગરોમાં તમામ સરકારી કચેરીઓ, પરિસરમાં થશે. કયા મહાનગરોમાં ગુજરાતી ફરજીયાત? અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ગાંધીનગર કયા સ્થળો પર ગુજરાતી ફરજિયાત? સિનેમાગૃહ, નાટ્યગૃહ, બેન્કવેટ હોલ, શાળા-કોલેજ, સુપર માર્કેટ, શોપિંગ મોલ્સ, હોસ્પિટલ, હોટેલ-રેસ્ટોરન્ટ-કેફે, બેંક, વાંચનાલય, બાગ-બગીચા.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly