શ્રવણકુમાર પરમાર (થરાદ) : આજ રોજ થરાદ તાલુકાના સેકંડો ખેડૂત પુત્રો અસંખ્ય બાઈકો સાથે દૂર દૂરથી રેલી કરીને આપ સાહેબ શ્રી થરાદના ખેડૂતોના પ્રાણ પ્રશ્નો સમાન અને જીવાદોરી એવા ખેતી અને પશુપાલન વ્યવસાય જીવતો રાખવા માટે પાણીની વિકટ સમસ્યા લઈને આપને આવેદન પત્ર આપવામાં આવ્યા હતા. જેમાં કહેવામાં આવ્યું છે કે આપને ગુજરાતની ધુરા સાંભળ્યા બાદ આપના રાજ્યમાં કઢોર પ્રશ્નો ને કોમળતા અને મક્કમતા પૂર્વક ઉકેલ્યો છે તો અમારો પાણીનો પ્રશ્ન પણ આપ હલ કરી આપશો એવી આશા છે.
રાજ્યનો છેવાડો અમારો થરાદ તાલુકો નર્મદા નહેર આવવાથી હરિયાળો બનવા જઈ રહ્યો છે ત્યારે થરાદ તાલુકાના નર્મદા નહેર જ્યાંથી પસાર થાય છે તેના પૂર્વ વિસ્તારમાં તાલુકાના લગભગ ૯૭ ગામો છે જે ખેતી અને પશુપાલનમાં અત્યાર સુધી સારું એવું યોગદાન આપતા રહ્યા છે હવે આં ગામોમાં દિન પ્રતિદિન ભૂગર્ભ જળ અતિશય ઊંડા જઈ રહ્યા છે જે પાણી બોરવેલ થી મળે છે તે ખારાશવાળું ગરમ અને ફ્લોરોસિસ યુક્ત હોય ખેતી અને પશુપાલન હાનિકારક હોય ખેતી અને પશુપાલન માટે પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ રહી છે, જેનાથી યુવાન ખેડૂતોને પોતાનુ ભાવિ અંધકારમય થતું જોવા મળી રહ્યું છે, તેથી ખેડૂતો પોતાના પશુઓ વેચી ખેતી અને ખેતર છોડી શહેરી વિસ્તારમાં મજૂરી કરવા જઈ રહ્યા છે. જો અનાજ અને દૂધ ઉત્પાદન તથા ખેડૂતોના સંતાનોના ભાવિ માટે સારી બાબત નથી.
હવે આ સમસ્યાનો ઉકેલ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના મુખ્યમંત્રીના સમયમાં શોધી આં વિસ્તારને નર્મદા પાણી તથા તેને સમાંતર સુજલામ સુફલામ્ કેનાલનુ નિર્માણ કરી કાયમી આ વિસ્તારને પાણી મળી રહે તેવું આયોજન કરેલ. પરંતુ વર્તમાન સમયમાં સુજલામ સુફલામ્ કાચી નહેર ભરાતી નથી અને નર્મદાનુ પાણી કેનાલના પૂર્વ ૯૭ ગામોને મળવાની કોઈ વ્યવસ્થા નથી.
ખેડૂત સંઘર્ષ સમિતિ છેલ્લા ચાર વર્ષથી માંગણીઓ કરે છે પણ અત્યાર સુધીમાં આ માંગણીઓમાં દુર્લક્ષ્ય સેવવામાં આવ્યું છે સૌરાષ્ટ માં સૌની યોજના અને કચ્છમાં લિફ્ટિંગ કરીને પાણી અપાઈ શક્યું છે જે આપનું કામ પ્રશનીય છે. થરાદ તાલુકામાં આટલા બધા ગામો અને તેમાં વસવાટ કરતી લાખોની જનસંખ્યાનો આં પ્રાણ પ્રશ્ન હોય આપ સાહેબે અંગત રસ લઈ અમોને કુદરતી ન્યાયથી અને લોકશાહીના સિદ્ધાંતના ધોરણે ઉક્ત પ્રશ્નોના સત્વરે નિરાકરણ લાવી આપશો. અને અમારે વારંવાર ગાંધીનગર આવી રેલી અને ધરણાં કે કૂચ કરવી ના પડે તેના માટે અમારા પાણીની ઉક્ત ત્રણ પ્રશ્નો ઉકેલી આપો એવી નમ્ર અપીલ.