BREAKING: 24 કલાક સુધી ગુજરાતીઓ પર માવઠાનો ભારે ખતરો, આ વિસ્તારમાં તો પૂર આવે એવા વરસાદની વકી, જાણો શું નવી આગાહી કરી

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

રાજ્યમા હાલ વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમા કમોસમી વરસાદ સાથે કરા પડયા છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને મોટુ નુકશાન થયુ છે. આ વચ્ચે વધુ એક ચિંતાના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા અગાહી કરવામા આવી છે કે રાજ્યમા માવઠાનો ભારે ખતરો છે. માર્ચ મહિનાની શરૂઆત્તથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. હવે આગામી 24 કલાક સુધી કમોસમી વરસાદ ખાબકે તેવી સંભાવના હવામન વિભાગ દ્વારા કરવામા આવી છે.

આગામી 24 કલાક સુધી કમોસમી વરસાદની સંભાવના

હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ આજે સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં વરસાદ પડવાની શકયતા છે. આ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પણ સામે આવી છે. તેમણે જણાવ્યુ છે કે રાજ્યમાં વરસાદ રહેવાની સંભાવના છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મૂશળધાર વરસાદ થઈ શકે છે. આ સિવાય અમદાવાદ, ગાંધીનગરમાં પણ 14, 15, 16 તારીખે વરસાદની શક્યતા છે.

14, 15, 16 તારીખે વરસાદની શક્યતા

આજે વરસાદની આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યુ છે કે અમરેલી, સોમનાથ, ભાવનગર, રાજકોટ, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી છે. જ્યારે સુરત, નવસારી, વલસાડમાં હળવો વરસાદ થવાની શકયતા છે. બનાસકાંઠામાં કમોસમી વરસાદ સાથે કરા પડ્યા હતા. મળતી માહિતી મુજબ જીલ્લામાં મોટાભાગના તાલુકામાં કરા સાથે વરસાદ થયો છે જેના વીડિયો સોશ્યિલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. આ વરસાદી માહોલના કારણે બટાટા, રાજગરો, એરંડા, ઈસબગુલના પાકને મોટું નુકશાન થશે.

આજે રાજ્યના 56 તાલુકામાં વરસાદ નોંધાયો

આ સિવાય વાત કરીએ સૌરાષ્ટ્રની તો અહી જામનગરના કાલાવડ પંથકમાં પવન સાથે આજે સતત બીજા દિવસે મેધરાજાએ ધબધબાટી બોલાવી છે. જિલ્લાના કાલાવડના ખરેડી, નીકાવા, ખડધોરાજી, આણંદપર, વડાલા, પીપર વિસ્તારમાં કરા પડ્યા હોવાના સમાચાર છે. આ કમોસમી વરસાદના કારણે ઘઉ, ચણા, જીરૂ, ધાણા તેમજ મેથી સહિતના પાકને નુકશાન થશે.

દક્ષિણ ગુજરાતમાં મૂશળધાર વરસાદ થઈ શકે છે

આ સિવાય બોટાદમાં પણ ભારે પવન અને વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદની એંટ્રી થઈ હતી. કેટલાક ગામોમાં કરા સાથે વરસાદ નોંધાયો છે. પડવદર, સમઢીયાળા, ચિતાપર, ઈગોરાળા, મોટી કુંડળ, સોસલા ગામોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. મહીસાગરમાં પણ ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. જિલ્લાના લુણાવાડા અને ખાનપુર, ધરી, કડછલા, લાલસર, ધામોદ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થતાં વીજળી ગુલ થઈ જવા પામી હતી.

બસ એક અઠવાડિયું કાઢી નાખો પછી આ 3 રાશિના લોકો ચારેકોરથી છાપશે, સૂર્ય-ગુરુની યુતિ કરોડપતિ બનાવશે!

એક બાજુ હોળી અને બીજી બાજુ વરસાદ, ગુજરાતના 56 તાલુકામાં માવઠાનો માર, જુઓ ક્યાં કેટલો? નુકસાનનો પાર નહીં!

700 વર્ષ પછી બની રહ્યાં છે આ 5 ‘શુભ રાજયોગ’, વરસાદની જેમ ધન વરસી પડશે! જાણો તમારી સૌથી મોટી ખુશીની વાત

આ સાથે આજે રાજ્યના 56 તાલુકામાં વરસાદ નોંધાયો હોવાના સમાચાર છે. મળતી માહિતી મુજબ બગસરામાં 1 ઈંચ, સાયલામા 3. 13 મીમી, સુબિરમાં 12 મીમી, ડેડિયાપાડામાં 12 મીમી, માણસામાં 10 મીમી, ગોંડલમાં 10 મીમી, લોધિકામાં 10 મીમી, કપરાડામાં 9 મીમી, ઉમરપાડામાં 9 મીમી, માંડલમાં 8 મીમી, છોટા ઉદેપુરમાં 9 મીમી, જેતપુર પાવીમાં 8 મીમી, કુકરમુંડામાં 9 મીમી, બેચરાજીમાં 8 મીમી, લાઠીમાં 8 મીમી વરસાદ નોંધાયો છે.

 

 

 

 


Share this Article