ગુજરાતમાં બળાત્કારના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આ દિશામાં ન્યાયિક પ્રક્રિયા પણ હવે ઝડપી બની રહી છે. આવા જ એક કેસમાં કપડવંજ સેશન્સ કોર્ટે એક ઐતિહાસિક ચૂકાદો સંભળાવ્યો છે. કપડવંજના નિરમાલી ગામની સીમમાં મહિલા પર થયેલા ગેંગરેપ અને હત્યા કેસમાં સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચૂકાદો સંભળાવ્યો છે. ગયા ૨૦૧૮માં પરિણિત મહિલા સાથે ત્રણ શખસોએ ગેંગરેપ ગુજાર્યો હતો. ગેંગરેપ ગુજાર્યા બાદ આ નરાધમોએ મહિલાની હત્યા કરી નાખી હતી.
આ ગેંગરેપ અને હત્યા કેસમાં કપડવંજ કોર્ટે ત્રણેય આરોપીઓને ફાંસીની સજા ફટકારી છે. તો કોર્ટના આ ચૂકાદા બાદ આરોપીઓમાં પણ ફફડાટ જાેવા મળી રહ્યો છે. બનાવની વિગત એવી છે કે, ૨૮ ઓક્ટોબર ૨૦૧૮ના રોજ કપડવંજના નિરમાલી ગામની સીમામાં એક સામૂહિક બળાત્કાર અને હત્યાની ઘટના બની હતી. ત્રણ નરાધમોએ કપડવંજ તાલુકાના મોટી ઝરે પાસે મહિલાનું અપહરણ કર્યું હતું. બાદમાં નિરમાલી ગામની સીમમાં સામૂહિત દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરી નાખી હતી.
આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. નગ્ન હાલતામાં મહિલાની લાશ ખેતરમાંથી મળી આવી હતી. એટલું જ નહીં નરાધમો દ્વારા ઘટનાના પુરાવાનો નાશ પણ કરવામાં આવ્યો હતો. જે મામલે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. સાથે જ કપડવંજ સેશન્સ કોર્ટમાં આ મામલે સુનાવણી ચાલી રહી હતી. ગેંગરેપ અને હત્યા કેસમાં કપડવંજ સેશન્સ કોર્ટે આરોપી ગોપી ઉર્ફે ભલા દેવીપૂજક, બાબા ઉર્ફે કુંકુડીયો રમેશભાઈ વાદી અને જયંતિ બબાભાઈ વાદીને ફાંસીની સજા ફટકારી છે.
નિરમાલી ગામમાં કિરણ દેવીપૂજકની બહેન સંગીતાના લગ્ન મોટી ઝેરના મુકેશ દેવીપૂજક સાથે થયા હતા. લગ્ન બાદ તેમના ઘરે ત્રણ સંતાનોના જન્મ અવતર્યા હતા. જાે કે, સંગીતાબહેનના ભત્રીજા ગોપી ઉર્ફે લાલા દેવીપૂજક સાથે તેમના પ્રેમસંબંધ હતા. વાત ૨૮ ઓક્ટોબર, ૨૦૧૮ની છે. એ સમયે સંગીતાબેનના પતિ મુકેશભાઈ મજૂરીકામ માટે બહારગામ ગયા હતા. એ સમયે સંગીતાબેન સાંજના સમયે પોતાના પિયર નિરમાલી ખાતે જવા માટે નીકળ્યા હતા.
સંગીતાબેન મોટી ઝેર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તકનો લાભ લઈને આરોપી જયંતિ બબાભાઈ વાદી અને રમેશભાઈ વાદી તેમને બળજબરીપૂર્વક બાઈક પર બેસાડીને અપહરણ કરીને લઈ ગયા હતા. પછી આ નરાધમો સંગીતાબેનને એક ખેતરમાં લઈ ગયા હતા. જ્યાં આ નરાધમોએ સંગીતાબેન પર ગેંગરેપ કર્યો હતો.
ત્યારે ગોપી ઉર્ફે ભલો આ ઘટના નજરોનજર જાેઈ ગયો હતો. એ પછી ત્રણેય આરોપીઓએ સંગીતાબેનની હત્યા કરી નાખી હતી. સાથે જ પુરાવાનો નાશ કરી લાશને નગ્ન હાલતમાં ખેતરમાં ફેંકી દઈ ફરાર થઈ ગયા હતા. ખેતરમાંથી લાશ મળ્યા પછી પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. બાદમાં ત્રણેય આરોપીઓને ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરી હતી.