હાલમાં વડોદરાથી એક ખાસ સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરા હાલોલ રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જેના કારણે ખુબ જ દુખદ ઘટના સામે આવી છે. એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હોવાના કારણે 3 લોકોના મોત પણ નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. કોટમબી કામરોલ ગામના બસ સ્ટેન્ડ પાસે અકસ્માત સર્જાયો હતો. આ સમગ્ર ઘટનામાં 3 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા.
વિગતો મળી રહી છે કે હાલોલ તરફ જતી બસે બાઈક સવારને અડફેટે લીધો હતો. અકસ્માતને પગલે જરોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. આ એસટી બસ ગાંધીનગરથી પાવાગઢ જઇ રહી હોવાનું સામે આવ્યું છે. આ બસે કોટમબી કામરોલ ગામના બસ સ્ટેન્ડ પાસે બાઇકને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં મૃત્યુ પામનારા ત્રણ લોકોમાં બે સગા ભાઇ હોવાના કારણે હાલમાં આખું ગામ શોકમગ્ન થયું છે.
હવે સતત 5 દિવસ ભારતમાં આગ ઝરતી ગરમી પડવાની ઘાતક આગાહી, જાણો તમારે શું સાવચેતી રાખવી જેથી તકલીફ ન પડે
હાલમાં માહોલ એવો છે કે અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસ તથા 108ની ટીમને અકસ્માતની જાણ કરવામાં આવી હતી. અકસ્માતમાં મૃત્યુ પામનાર ત્રણેય યુવાનો એક જ ગામના હતા અને તેમાંથી બે યુવકો સગા ભાઇ હતી. જ્યારે ત્રણેય ખાસ મિત્રો હોવાનું પણ સામે આવી રહ્યું છે. અકસ્માતને પગલે સમગ્ર ગામમાં ભારે શોખનો માહોલ છવાઇ ગયો છે. હાલ પોલીસે ત્રણેય યુવાનોના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડી દેવામાં આવ્યા છે અને શેના કારણે આવું થયું એ જાણવામાં આવી રહ્યું છે.