Business News: કેટલાક દિવસોથી સોના અને ચાંદીના ભાવમાં વધઘટનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. હોળીની રજા બાદ સોમવારે બજાર ખૂલ્યા બાદ ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો, પરંતુ સાંજ પડતાં જ તે વધવા લાગ્યો હતો. અને ઉછાળા સાથે બંધ રહ્યો હતો. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઈટ અનુસાર સોનું 66716 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું. જ્યારે ચાંદીનો ભાવ 74279 રૂપિયા પ્રતિ કિલો બંધ રહ્યો હતો.
અગાઉ, HDFC સિક્યોરિટીઝના જણાવ્યા અનુસાર શુક્રવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના બુલિયન માર્કેટમાં સોનાની કિંમત 875 રૂપિયા ઘટીને 66,575 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થઈ હતી. ચાંદીનો ભાવ પણ રૂ.760 ઘટીને રૂ.76,990 પ્રતિ કિલો બંધ રહ્યો હતો. અમદાવાદમા આજે 24 કેરેટ સોનાનો એક તોલાનો ભાવ 66,760 રૂપિયા બોલાઈ રહ્યા છે.
આજે ચાંદીનો ભાવ 73903 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ખુલ્યો છે. છેલ્લા ટ્રેડિંગ દિવસે ચાંદી 74052 રૂપિયા પ્રતિ કિલોગ્રામના દરે બંધ થઈ હતી. આમ, આજે ચાંદીનો ભાવ રૂ.149 પ્રતિ કિલોના ઘટાડા સાથે ખુલ્યો હતો.
RTIમાં તમે વિચાર્યું નહીં હોય એવો ખુલાસો, લોકોની ટિકિટ કેન્સલ થઈ એમાંથી રેલવેએ કરી અધધ કરોડની કમાણી
ભારતમાં આવેલું છે એક ચમત્કારિક તળાવ, માત્ર સ્નાન કરવાથી ચામડીના રોગો મટી જાય, લોકોની લાઈન લાગે
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે બપોરે 12 વાગ્યે સોનું ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યું હતું. સોનું રૂ. 72.00 ના ઘટાડા સાથે રૂ. 65,950.00 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યું હતું. જ્યારે ચાંદીનો ભાવ વેપાર રૂ. 262.00 ના ઘટાડા સાથે રૂ. 74,661.00 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.