Politics News: કોંગ્રેસ ભવન બહાર થયેલી પથ્થરમારાની ઘટના બાદ આજે રાહુલ ગાંધી અમદાવાદ આવ્યા છે. જ્યાં કોંગ્રેસના નેતાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે છે. કોંગ્રેસ કાર્યાલય પહોંચતા કોંગ્રેસનાં નેતાઓ તેમજ કાર્યકરો દ્વારા તેઓનું સ્વાગત કર્યું હતું
#WATCH | Gujarat: Addressing party workers in Ahmedabad, Congress MP Rahul Gandhi says, "…Together we are going to defeat them in Gujarat. We will defeat Narendra Modi and BJP in Gujarat just like we defeated them in Ayodhya…" pic.twitter.com/nKX8ffqXTG
— ANI (@ANI) July 6, 2024
અમદાવાદ આવેલા રાહુલ ગાંધીએ કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, અમારી ઓફિસ તોડી એમ અમે તેમની સરકાર તોડીશું. તેમણે કોંગ્રેસના નિશાન તરફ ઇશારો કરતાં કહ્યું કે, આ અભય મુદ્રા છે. આનો મતલબ છે ડરો નહીં, ડરાવ નહીં. તેમણે તમારી ઓફીસ, તમારા કાર્યકરો પર આક્રમણ કર્યું છે. હવે તમારે ડરવાનું નથી, ડરાવવાનું નથી. તેમણે અમારી ઓફિસને તોડીને અમને ચેલેન્જ આપી છે.
રાહુલ ગાંધીએ કહ્યું- ચેલેન્જ શું છે? ગુજરાતની ચૂંટણીમાં આપણે બધા મળીને તેમને હરાવવા જઇ રહ્યા છે. જે કહ્યું તે લખીને લઇ લો. કોંગ્રેસ પાર્ટીની આત્મા ગુજરાતની ચૂંટણીમાં લડશે અને નરેન્દ્ર મોદી અને ભાજપને ગુજરાતમાં આયોધ્યાની જેમ હરાવવા જઇ રહ્યા છે.
રાહુલ ગાંધીએ આગળ વાત કરી કે- મોદીજીનો ગુબ્બારો ફાટી ગયો છે, નફરત સે નહિ મોહબ્બત સે હરાયેગે…