કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પ્રવાસનો આજે બીજાે દિવસ છે. આજે અમિત શાહે અમદાવાદ અલગ અલગ વિસ્તારોમાં રૂ. ૨૧૦ કરોડના વિકાસકાર્યોની ભેટ આપી છે. અમિત શાહ આજે બોપલમાં ઔડા દ્વારા અફોર્ડેબલ હાઉસનું લોકાર્પણ, પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ, સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ઉદ્ઘાટન કાર્યક્રમ, પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ, પ્રમુખ સ્વામી નગરની કળશની સ્થાપના વિધિ પ્રસંગ, તેમજ ઓગણજ ખાતે વૃક્ષારોપણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા.
210 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા વિકાસકાર્યોનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. અમિત શાહે આજે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનું સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્ષનું લોકાર્પણ કર્યું છે. આ સાથે બોપલમાં ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ અંતર્ગત છેંડ્ઢછ દ્વારા ૭.૭૩ કરોડના ખર્ચે નિર્માણ પામેલ અફોર્ડેબલ હાઉસિંગનું પણ અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેથી ઈઉજી પ્રધાનમંત્રી આવાસ યોજનાના ૭૦ જેટલાં પરિવારને ઘરનું ઘર મળશે.
‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ અંતર્ગત છેંડ્ઢછ દ્વારા બોપલમાં તૈયાર કરાયેલ પાણી પુરવઠા યોજનાનું પણ અમિત શાહના હસ્તે લોકાર્પણ કરાયું. આ સિવાય ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ અંતર્ગત છેંડ્ઢછ દ્વારા મણિપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ગોધાવીનું ઉદ્ઘાટન તેમજ વિભિન્ન વિકાસ પરિયોજનાઓનું પણ અમિત શાહના હસ્તે શિલાન્યાસ કરવામાં આવ્યો. બોપલ વોટર સપ્લાય પ્રોજેકટ થકી નર્મદાનું પાણી ઘરે પોહચાડવાની યોજનાનું લોકાર્પણ કરાયું છે.
મિશન મિલિયન ટ્રી કાર્યક્રમ અંતર્ગત ઔડા હસ્તકના રિંગ રોડ પર ટ્રી પ્લાન્ટેશન પણ કરાયું છે. રિંગ રોડ પરના કમોડ સર્કલ નજીક ૭૭ કરોડના ખર્ચે ૬ લેન ફ્લાય ઓવર બ્રિજ તૈયાર થશે. કપિલેશ્વર તળાવનું રીડેવલપમેન્ટ અને મણિપુર ગોધાવી રોડ પર કેનાલ બ્રિજની કામગીરી કરાશે. સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્ષના કાર્યક્રમ સ્થળે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, સાસંદ નરહરિ અમીન, મેયર સહિત ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. મણિપુર ગોધાવી સ્પોર્ટ્સ કૉમ્પલેક્ષનું ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.
ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્સ પ્રમાણે ૬૮૯૨૦ ચોરસ મીટર પ્લોટિંગ એરીયામાં ફેલાયેલું સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્ષ ૯૬૯ લાખમાં તૈયાર કરવામાં આવ્યું છે. સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં ૪૦૦ મીટર સિન્થેટિક રનિંગ ટ્રેક, બાસ્કેટ બોલ કોર્ટ ,કબ્બડી કોર્ટ , ફૂટબોલ ગ્રાઉન્ડ અને હાઈ અને લોન્ગ જમ્પ માટેની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સ્પોર્ટ્સ કૉમ્પલેક્ષમાં ૫૦૦ વ્યક્તિઓને બેસી શકે, ફસ્ટ એઇડ રૂમ, ચેન્જિંગ રૂમ સહિતની સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્ષમાં વ્યવસ્થા છે.
અમિત શાહે રૂ. ૨૧૦ કરોડના વિકાસકાર્યોની ભેટ આપતા જણાવ્યું હતું કે, ૨૧૧ કરોડના કાર્યો લોકાર્પણ કે ખાતમુહૂર્ત થયા એ મારા મતક્ષેત્રના પૂરા થયા છે. બોપલ ઘુમાને જાસપુરથી શુદ્ધ નર્મદાનું પાણી પહોંચ્યું છે. અમદાવાદમાં યોજનાઓ હતી પણ આ ૧૧ નગરપાલિકાઓ અને ગામડાઓ પાણી બોરવેલથી ખેંચીને પીતા હતા. તેમણે જણાવ્યું કે, ચાંદખેડામાં ચેકીંગ કરાવતા પાણીમાં ફ્લોરાઈડ મળી આવ્યો હતો. આજે દુનિયાનો અદ્યતન શુદ્ધિકરણ પ્લાન્ટ જાસપુરમાં નાખ્યો છે.
સાગરકિનારે રહેતાં સાગરખેડુ હોય કે શહેરમાં મેટ્રો લાવવાની વાત હોય એના માટે નરેન્દ્ર મોદી વિકાસની વણથંભી યાત્રા ગુજરાતને આપતા ગયા છે. અમિત શાહે આજે કાર્યક્રમમાં ભારત એક નંબર પર હોય એનો સંકલ્પ પહોંચાડવા પોતાના ઘરે ૧૩ થી ૧૫ ઓગસ્ટ સુધીમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવા વિનંતી કરી હતી. અમિત શાહે જણાવ્યું હતું કે, આદર્શ ગામોમાં ગાંધીનગર લોકસભાના ૩ ગામોનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમ બાદ મારી તળાવોના ડેવલોમેન્ટ અંગે મિટિંગ છે. જેમાં ૧૨૦૦ જેટલા તળાવો બનાવવા વિચારણા કરીશું.
અમિત શાહ આજે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં ઉપસ્થિત રહ્યાં. અહીં તેમના હસ્તે પ્રમુખ સ્વામી નગરની કળશની સ્થાપના કરી હતી. જેમાં મ્છઁજી સંસ્થાના અનેક સંતો ઉપસ્થિત હતા. એ સિવાય અમિત શાહના હસ્તે મિશન મિલિયન ટ્રી અંતર્ગત છેંડ્ઢછ દ્વારા આયોજિત વૃક્ષારોપણના કાર્યક્રમનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું.