રાજ્યમાં છેલ્લાં કેટલાંક દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદે માઝા મૂકી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદે માઝા મૂકી છે. હજુ પણ રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે રાજ્યના ૭૫ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ જાેવા મળ્યો છે. સૌથી વધુ પોરબંદરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. તો મહેસાણાના વીજાપુર અને મહિસાગરના સંતરામપુરમાં અઢી ઈંચ વરસાદ નોંધાયો છે.
તો અમદાવાદના કેટલાંક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. ઉપરાંત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદે ધમધમાટી બોલાવતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. ત્યારે હજુ પણ આગામી ત્રણ દિવસ સુધી વરસાદ ધમધમાટી બોલાવે એવી વકી છે. પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે અને કેટલાંક વિસ્તારોમાં હજુ પણ વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના કેટલાંક વિસ્તારોમાં છૂટોછવાયો તો કેટલાંક વિસ્તારમાં અનરાધાર વરસાદ નોંધાયો છે.
જે બાદ કેટલાંય વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિક જનજીવન ખોરવાયું હતું. વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તો રાજ્યના ૭૫ તાલુકાઓમાં હાલ નોંધપાત્ર વરસાદ જાેવા મળ્યો છે. સૌથી વધુ પોરબંદરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે મહેસાણાના વીજાપુર અને મહિસાગરના સંતરામપુરમાં અઢી ઈંચ વરસાદ પડ્યો છે. આ સિવાય ગીર-સોમનાથના કોડીનારમાં પણ અઢી ઈંચ વરસાદ નોંધાયો છે.
સુત્રાપાડામાં બે ઈંચ, અરવલ્લીના મોડાસામાં બે ઈંચ, મહિસાગરના કટાણામાં બે ઈંચ, સાબરકાંઠાના વડાલીમાં બે ઈંચ, દાહોદના ઝાલોદમાં બે ઈંચ વરસાદ નોંધાયો છે. તો ભારે વરસાદ બાદ રાજ્યની કેટલીક નદીઓમાં ઘોડાપૂર જાેવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રના ભાદર ડેમ-૧માં પણ નવા નીર આવ્યા છે. રાજ્યના ડેમોમાં પણ વરસાદી પાણીની સારી એવી આવક નોંધાઈ છે. તો બીજી તરફ, હજુ પણ ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડે એવી વકી છે.
આગામી ત્રણ દિવસમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. વીજળીના કડાકા ભડાકા અને ગાજવીજ સાથે વરસાદ પડે એવી આગાહી છે. લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ હોવાથી અતિભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે. વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ ભારે વરસાદ પડી શકે છે. તો ભારે વરસાદની આગાહીના પગલે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.