ભવર મીણા ( સિરોહીરાજ ): બનાસકાંઠા જિલ્લાના યાત્રિકો ટ્રેક્ટર લઈ ને રાજસ્થાન દર્શને જઈ રહ્યા હતા તે દરમિયાન રાજસ્થાનના પાલી જિલ્લામાં ફોરલેન હાઇવે પર ટ્રેલર સાથે ગમખ્વાર અકસ્માત નડતા હાઇવે ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો. આ ગોઝારી ઘટનામાં 4 લોકોના મોત થયા છે. તો 21 લોકો ઘવાયા હોવાનું જાણવા મળ્યું છે.
આગામી ભારદરવા માસ દરમિયાન રાજસ્થાનમાં બિરાજમાન રામદેવના મંદિરે ભવ્ય મેળો ભરાય છે. આ મેળામાં તેમજ પવિત્ર સ્થળે માથું ટેકવા રાજસ્થાન ગુજરાતના હજારો શ્રધ્ધાળુઓ ઉમટે છે. રામદેવરાના દર્શન માટે બનાસકાઠા જિલ્લાના દાંતા તાલુકાના 25 જેટલા યાત્રિકો ટ્રેક્ટર લઈ નેશુક્રવારના બપોરે રવાના થયા હતા જે મોડી સાંજે પાલી જિલ્લાના સુમેરપુર નજીક પહોંચ્યા હતા.ત્યાં ટ્રેયલર સાથે ગમખ્વાર અકસ્માત સર્જાતા ટ્રેક્ટરના ટુકડે ટુકડા થઈ ગયા હતા. જ્યારે ટ્રેક્ટરમાં સવાર 25 જેટલા યાત્રિકોમાંથી 4 ના મોત થયા હતા.જ્યારે બાકી ઘવાયેલા વ્યક્તિઓને સિરોહી, શિવગંજ, સુમેરપુર,જોધપુર સારવાર અર્થે લઈ જવાયા હતા. બનાવની જાણ થતાં જોધપુરના આઈ.જી સહિત સિરોહી, પાલી જિલ્લાના પોલીસ જિલ્લા કલેક્ટર સ્થળ પર દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
ગોઝારી ઘટનાની જાણ દેશ ભર માં થતા દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ મૂર્મ, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત દ્વારા ટિવટ કરી દુઃખ વ્યક્ત કર્યું હતું. તો બીજી તરફ દાંતા, અમીરગઢ મત વિસ્તારના ભાજપના કાર્યકરો સ્થળ પર મદદ માટે દોડી પહોંચ્યા હતા.