હાલમાં ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે નેતાઓની સાથે સાથે સરકારી અધિકારીઓને પણ ભીંસ પડી રહી છે. એવામાં હવે એક નવા સમાચાર સામે આવી રહ્યા છે કે રાજ્યના પોલીસ ખાતા બાદ હવે મહેસૂલ ખાતા દ્વારા પણ ટ્રાન્સફર કરવામાં આાવી રહ્યા છે.
આ જ અરસામાં 23 સપ્ટેમ્બરના રોજ મહેસૂલ વિભાગે 42 ડેપ્યુટી કલેક્ટરના ટ્રાન્સફર અને 26 મામલતદારોના ડેપ્યુટી કલેક્ટર તરીકે પ્રમોશનના આદેશ આપ્યા હતા. જે બાદ ફરી રાજ્યમાં 7 ડેપ્યુટી કલેક્ટરોની બદલી કરી દેવામાં આવી છે. મહેસુલ વિભાગે આર.કે પટેલની સાણંદના પ્રાંત અધિકારી તરીકે બદલી કરી છે જ્યારે તમન્ના ઝાલોડિયાને ગાંધીનગરમાં IORAમાં બદલી આપી છે.
આ સાથે જ વિગતો મળી રહી છે કે જે.એમ વાઘેલાને ભાવનગરમાં ડેપ્યુટી DDO તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. એચ એમ સોલંકીની ડેપ્યુટી DDO વડોદરા તો એમ કે પ્રજાપતિને ડેપ્યુટી કલેકટર આણંદ તરીકે મૂકવામાં આવ્યા છે. તો વળી ગૌરવ પંડ્યાને બનાસકાંઠાના ડેપ્યુટી DDO તરીકે તો દેવાંગ પંડ્યાને અબડાસાના પ્રાંત ઓફિસર તરીકે બદલી કરવામાં આવી છે.