વિજાપુર, કુકરવાડા ન્યૂઝ બ્યૂરો, કમલેશ પટેલ: વિજાપુર તાલુકાના કુકરવાડા ગામે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંસ્કાર ક્લબ અને જાહેર ગ્રુપ દ્વારા શહીદ દિન નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કુકરવાડા ગામ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા કલ્પેશભાઈ પટેલના નેજા નીચે શહીદ દિનના શહીદોને શ્રદ્ધાંજલિ માટે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વિગતો મળી રહી છે કે રાત્રે 08:00 શહીદ રેલી શ્રી રામજી મંદિરથી નીકળી કુકરવાડા નગરમાં ફરીને શ્રી મહાકાલી મંદિર રેલી પૂર્ણ કરી શહીદોને શ્રદ્ધાંજલિ માટે મૌન પાળી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ રેલીમાં 300 ભાગ લીધો હતો. આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ ભાવિકભાઈ પટેલ, ડેપ્યુટી સરપંચ સંજયભાઈ પટેલ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંસ્કાર ક્લબ અને જાહેર ગ્રુપના હોદ્દેદારો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.