આજે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને અંબરીશ ડેર ભાજપમાં જોડાશે

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Politics News: લોકસભા ચૂંટણી (Lok Sabha Election 2024) પહેલા ગુજરાતમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને અંબરીશ ડેર આજે ભાજપમાં (BJP) જોડાશે. ગઇકાલે ગુજરાત કૉંગ્રેસના દિગ્ગજ નેતા અર્જૂન મોઢવાડિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. અર્જુન મોઢવાડિયાએ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને પોતાનું રાજીનામું સોંપ્યું હતુ. અર્જુન મોઢવાડિયાએ કૉંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી પણ રાજીનામું આપી દીધુ હતું.

તે સિવાય એનએસયુઆઇના પૂર્વ નેતાઓ દિગ્વિજય દેસાઈ , ભુપેન્દ્રસિંહ ચૌહાણ, વિશાલ સોલંકી, નવલસિંહ દેવડા, બકુલસિંહ, વિપુલભાઈ દેસાઈ અને આર બી જેઠલજ સહિત અનેક લોકો ભાજપમાં જોડાશે.

કોંગ્રેસ નેતા અંબરીશ ડેરે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું. જોકે બાદમાં પ્રદેશ કોંગ્રેસે અંબરીશ ડેરને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા. પક્ષ વિરોધી પ્રવૃતિને ધ્યાને લઈને સસ્પેન્ડ કર્યા હતા.ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાશે


Share this Article