ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી નજીક આવતા દરેક પાર્ટી લોકોને એડીચોટીનુ જોર લગાવી રહી છે. પીએમ મોદી, અરવિંદ કેજરીવલ, રાહુલ ગાંધી, અમીત શાહ સહિતના દિગ્ગજ નેતાઓ એક પછી એક ગુજરાતની મિલાકાતે આવી રહ્યા છે. હાલ વધુ એક વખત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આ દરમિયાન અમિત શાહની અધ્યક્ષતામાં કમલમ ખાતે બેઠકોનો દૌર જામ્યો છે.
મળતી માહિતી મુજબ દિવસભર 4 અલગ અલગ બેઠકો યોજાઇ છે જેમા વિધાનસભા ચૂંટણીને લઇને રણનીતિ ઘડાઈ રહી છે. ગુજરાતમાં રાજકીય ગરમાવા વચ્ચે કમલમ ખાતે યોજાયેલ બેઠકોમા રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી પણ હાજર રહેશે. પ્રથમ બેઠકમાં પાંચ મહામંત્રીઓ સાથે ચર્ચા કરાઇ હોવાના અહેવાલ છે. આ દરમિયાન ચૂંટણી અને પ્રચારના મુદ્દાઓને આખરી ઓપ અપાઇ રહ્યો હોવાનુ કહેવામા આવી રહ્યુ છે.
આ સાથે બેઠકમાં અત્યાર સુધીની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી અને આગળની રણનીતિ પર ચર્ચા થઈ હતી. પ્રત્યેક વિધાનસભાના પેજ સમિતિ અંગે ચિતાર મેળવવામા આવ્યો હતો. આ સાથે જ અહી યોજાયેલી બીજી બેઠક કોષાધ્યક્ષ અને સહ કોષાધ્યક્ષ સાથે યોજાઇ હતી. આ સિવાય ત્રીજી બેઠક પ્રદેશ ભાજપની કોર કમિટી સાથે યોજાઇ હોવાના સમાચાર છે.