કુકરવાડા, કમલેશ પટેલ: સ્વામીનારાયણ વાસણા સંસ્થાન દ્વારા વિજાપુર ખાતે સર્વોપરી. સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણની અજોડ ઉપાસના અને અનાદિમુક્તની સ્થિતિના સિદ્ધાંતોના ભવ્ય સંકલ્પો પૂર્ણ કરવા ઉત્તર ગુજરાતના શ્રીજી મહારાજની પદરજથી પ્રસાદીભૂત થયેલ વિજાપુર શહેરના ટી.બી.રોડ પર સ્વામિનારાયણ મંદિર શિખરબદ્ધ મંદિર ની દિવ્ય મૂર્તિપ્રતિષ્ઠા રવિવારના રોજ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ શ્રીજીસંકલ્પ મૂર્તિ જીવનપ્રાણ અબજી બાપાશ્રી.
અમીરપેઢીના સમર્થ સદગુરુશ્રીઓની મૂર્તિઓની પ્રતિષ્ઠા ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીના દિવ્ય હસ્તે કરવામાં આવી. આ દિવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે મૂર્તિ પ્રતિષ્ઠા વિધિનાંદર્શન,ભવ્ય અન્નકૂટ, છાબયાત્રા- શોભાયાત્રા, દિવ્ય રજતતુલા ઉત્સવ તેમજ ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રી ની દિવ્ય વાણી નો લાભ હજારો હરિભક્તોએ લીધો હતો. તેમજવિજાપુર તાલુકાના હરીભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.