Vadodara Harni Lake: ગુજરાતમાં સેફ્ટીને લઈને વારંવાર લોકોને મોતને ભેટવું પડે છે, સુરત તક્ષશિલા હોય કે પછી ઇસ્કોન બ્રિજ કે પછી મોરબી… સરકાર લોકોના મતેથી સત્તા પર આવે છે તો લોકોની સુરક્ષાનો ખ્યાલ શું ક્યારેય નથી આવતો??
વડોદરાના હરણી તળાવમાં પિકનિક પર ગયેલા વિદ્યાર્થીઓની બોટ પલટી ગઈ હતી. જેમાં 2 શિક્ષકો સહિત 12 વિદ્યાર્થીઓના મોત થયા છે. જ્યારે અન્ય 10 જેટલા વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. આ સાથે સાત વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા
વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના 23થી વધુ બાળકો શિક્ષકો સાથે મોટનાથ તળાવમાં પિકનીક પર આવ્યાં હતા પરંતુ બોટમાં ક્ષમતા કરતા વધારે બાળકોને બેસાડાયા હતા અને તેને કારણે તળાવના રાઉન્ડ વખતે બેલેન્સ ખોરવાતાં બોટ ઊંધી થઈ ગઈ હતી જેમાં 23 વિદ્યાર્થીઓ અને 4 શિક્ષકો ડૂબ્યાં હતા જોકે તાબડતોબ શરુ કરાયેલા રેસ્ક્યૂ ઓપરેશનમાં 10 બાળકો અને 2 ટીચરને બચાવી લેવાયા હતા જ્યારે 12થી વધુ વિદ્યાર્થીઓના મોત થયાં હતા.
તંત્રની ઘોર બેદરકારીના કારણે વડોદરામાં જીવલેણ દુર્ઘટના ઘટી છે, ત્યારે ન્યૂ સનરાઈઝ શાળાના વિદ્યાર્થીઓની બોટ પલટી છે. જો કે, મોતનો આંકડો વધે તેવી આશંકા છે. બે શિક્ષકો સહિત કેટલાક વિદ્યાર્થીઓના મોત થયા છે. ત્યારે સ્કૂલની એક શિક્ષિકાએ દાવો કરતા જણાવ્યું છે કે, 82 જેટલા બાળકો હરણી તળાવની મુલાકાતે ગયા હતા. જેમાંથી બોટમાં 30 જેટલા લોકો સવાર હતા. પરંતુ દુર્ભાગ્યવશ અંગ્રેજી માધ્યમના બાળકો દુર્ઘટનાનો ભોગ બન્યા છે.
બોટમાં ક્ષમતા વધુ વિદ્યાર્થીઓને બેસાડ્યા હતા. લાઈફ જેકેટ વગર વિદ્યાર્થીઓને બોટમાં બેસાડ્યાનો દાવો કરવામાં આવ્યો છે. શ્રી કોટિયા પ્રોજેક્ટ્સ- પીપીપી ધોરણે 100 ટકા ઇજારદારના ખર્ચે પ્રોજેક્ટ થયો હતો. પરેશ શાહ નામના ઇજારદારે કોન્ટ્રાક્ટ લીધો છે. જેવો મોટું માથું છે. એકપણ બોટનું ઈન્સ્પેક્શન થયું નથી, અધિકારી પર પણ કાર્યવાહી થવી જોઈએ. બોટનો કોન્ટ્રાક્ટ પરેશે અન્ય વ્યક્તિને આપ્યો હોવાની માહિતી સામે આવી રહી છે. પરેશ શાહે નિલેશ જૈનને એમ્યુઝમેન્ટ પાર્કનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. બોટિંગનો કોન્ટ્રાક્ટ નિલેશ જૈને અન્ય કોઈને આપ્યો હતો.