Vadodara News: વડોદરાના હરણી તળાવમાં 25થી વધુ વિદ્યાર્થીઓ ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને લઈને NDRF 1 ટીમ ધટનાસ્થળે પહોંચી ગઈ છે. આ ઘટનામાં 3 વિધાર્થી અને 2 શિક્ષકનું મોત થયું છે. જ્યારે અન્ય વિધાર્થીઓની શોધખોળ ચાલુ છે. બોટિંગ કરતા સમયે બોટ પલટી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. વિદ્યાર્થીઓને લાઇફ જેકેટ પહેરાવ્યા વગર જ બોટમાં બેસાડ્યા હતા.
તમને જણાવી દઈએ કે વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો મોટનાથ તળાવની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ બાળકોને બોટમાં બેસાડી તળાવનો રાઉન્ડ મારવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન અચાનક બોટ પલટી મારી જતા 23 વિદ્યાર્થી અને 4 શિક્ષકો ડૂબ્યાં હતા.
આ સમગ્ર ઘટનાને પગલે કલેક્ટર, મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ ઘટના સ્થળે પહોંચ્યા હતાં. ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીઓને લાઈફ જેકેટ પહેરાવ્યા વગર બોટમાં બેસાડ્યાનો પણ ખુલાસો થયો છે. જો કે, ફાયર વિભાગની ટીમ વિદ્યાર્થીઓની શોધખોળ કરી રહી છે.