Vadodara News: વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જવાની ઘટના મામલે તપાસ અને કાર્યવાહીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ત્યારે વડોદરાના વકીલ મંડળએ મહત્વનો નિર્ણય લીધો છે. અત્રે જણાવીએ દઈએ કે, કોઈ પણ વકીલ આરોપીનો કેસ નહી લડે તેવો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
વકીલ મંડળ દ્વારા જાહેરાત કરવામાં આવી
હરણી તળાવમાં 17 જેટલા લોકોના મૃત્યું થયા છે. આ ગોઝારી દૂર્ઘટનાના પગલે વકીલ મંડળે સરાહનીય નિર્ણય કર્યો છે. વડોદરામાં આરોપી તરફી એક પણ વકીલ કેસ નહી લડે તેવો એકાત દર્શી નિર્ણય લેવાયો છે
“અમે પાઈપ પકડીને ઉપર આવ્યા…” – મોતની મુખમાંથી બચી જનાર બાળકે કહી સમગ્ર ઘટના, તંત્રને શરમ આવવી જોઈએ!
આખરે કોણ છે મોતના સોદાગર? વડોદરામાં રુપિયાની તિજોરી ભરવા માટે 30 બાળકોને મોતના મુખમાં ધકેલ્યા….
વડોદરાના હરણી વિસ્તારમાં આવેલા લેક ઝોનમાં બોટ પલટી થઈ ગઈ હતી. જેના કારણે તેમાં સવાર 12 માસૂમ બાળકો અને 2 શિક્ષકોના મૃત્યુ નિપજ્યાં હતા. આ ઘટનાએ વડોદરા સહિત સમગ્ર ગુજરાતને શોકમાં ગરકાવ કરી દીધું છે.