મારી નજરે, જીવન એક જ વાર મળે છે—અને તેથી શક્ય તેટલી ઘણી વસ્તુઓ કરવી જોઈએ. દરેક પેશનને ન્યાય આપવો જોઈએ. અને એ માટે જે જરૂરી છે, તે છે સંતુલનની કળા—જેમાં હું દરરોજ વધુ ને વધુ નિપુણ થવાના પ્રયાસમાં છું… આ શબ્દો છે વડોદરાના એક લેખિકા, ડાન્સર, કળાકાર, મોડેલ અને કોન્ટેન્ટ ક્રિએટર નૈયા પટેલના.
નૈયા પટેલ વડોદરાના જાણીતા એક લેખિકા, ડાન્સર, કળાકાર, મોડેલ અને કોન્ટેન્ટ ક્રિએટર છે. જેમના માટે કામ એ માત્ર જવાબદારી નથી, તે એક આરાધના છે. તેઓ સર્જનને એક યાત્રા માને છે, તેઓ સર્જન અને કળાને મનથી તેમજ પ્રાણથી જીવી રહ્યા છે.
શૈક્ષણિક પાયો અને સંઘર્ષના પડકારો
નૈયા પટેલનું કહેવું છે કે બાળપણથી જ હું એક અભ્યાસુ અને લગનશીલ વિદ્યાર્થી રહી છું. અભ્યાસમાં ટોપર હોવા સાથે અનેક એક્ટિવિટીમાં પણ આગળ હતી. આજે મારા લિવિંગ રૂમમાં એક મોટો ખૂણો માત્ર મારા ટ્રોફીઓ અને મેડલ્સનો ભરેલો છે. જેમાં નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલની પેઇન્ટિંગ, લેખન, ડાન્સ અને વિવિધ સ્પર્ધાઓના એવોર્ડ શામેલ છે.
શિક્ષણની વાત કરતાં નૈયા પટેલ કહે છે કે, મેં એમ.એસ. યુનિવર્સિટીમાંથી ઇંગ્લિશ લિટરેચર અને લેંગ્વેજમાં માસ્ટર્સ કર્યું છે. એ જ મને શબ્દોની માયા સમજવા અને અભિવ્યક્તિની કળા શીખવા માટે મદદરૂપ થયું. લખવાની આદતથી મેં લેખનને કારકિર્દી તરીકે અપનાવ્યું અને ધીમે ધીમે કોન્ટેન્ટ ક્રિએશન અને ઇન્ફ્લુએન્સિંગમાં અવકાશ મળતો ગયો.
ટર્નિંગ પોઈન્ટ
નૈયા પટેલ પોતાના જીવનના ટર્નિંગ પોઈન્ટ વિશે માહિતી આપતા જણાવે છે કે, પ્રારંભમાં હું ક્યારેય કન્ટેન્ટ ક્રિએશન કે ઇન્ફ્લુએન્સિંગને ગંભીરતાથી લેતી નહોતી. મને લાગતું હતું કે આ ફક્ત એક શોખ છે, પણ જીવનમાં બધું પ્લાનિંગ મુજબ થતું નથી. એક દિવસ મારા કોલેજના મિત્રોએ મારી અંદરની આ કળા ઓળખી અને મને પ્રોત્સાહન આપ્યું. એકવાર મેં તે ક્ષેત્રમાં પગ મુક્યો પછી પાછી ફરી શકી નથી. આજે ઈન્ટરનેશનલ બ્રાન્ડને પ્રમોટ કરવાનો પણ મને મોકો મળી રહ્યો છે જે હું મારા ફોલોઅર્સની ઋણી રહીશ.
એકસાથે અનેક સપનાઓ પૂરાં કરવાનો સંઘર્ષ
લોકો કહે કે એક વ્યક્તિએ એક જ પ્રોફેશનમાં ફોકસ કરવું જોઈએ, પણ નૈયા પટેલ એવું માને છે કે જો જીવનમાં તમને ઘણી બાબતો પ્રેરિત કરે છે, તો તે બધાને સ્થાન આપવું જોઈએ. હા, તે માટે પરફેક્ટ બેલેન્સ જરૂરી છે. એ બેલેન્સ સાધવામાં અને મારી જ પર્સનલ ગ્રોથ માટે હું રોજ નવો અભ્યાસ કરી રહી છું!
મેળવ્યો એવો સપોર્ટ સિસ્ટમ, જે રીયલ હીરો છે!
મારા આ સપનાની પાછળ સૌથી મોટો ટેકો મારો પરિવાર છે-જે હંમેશા મારી સાથે ઊભો રહ્યો છે. મને આટલું બધું સંભાળવામાં મારી ફેમિલી, મિત્રો, અને મારા નાનકડા ચીયરલીડર્સ- મારા ડોગ્સ (પેટ્સ) નો પણ એટલો જ મોટો ફાળો છે.
આ તો બસ શરૂઆત છે!
નૈયાનું કહેવું છે કે અત્યારની જે સફળતા છે એ તો માત્ર શરૂઆત છે, મારી લાંલી સફર હજુ તો બાકી છે, હજી ઘણું શીખવાનું છે. જીવનભર શીખતા જ રહેવું-એ જ સાચી પ્રગતિ છે એ વાત મે સાંભળી છે અને હું સાકાર કરીને રહીશ. મારા માટે સફળતાના બે મંત્ર છે: અવિરત મહેનત અને નમ્રતા. ભલે તમે કેટલી પણ મોટી સફળતા હાંસલ કરી લો, જો તમારા પગ જમીન પર રહેશે, તો ઉંચાઈઓ પોતે તમારી રાહ જોઈ રહી હશે અને અવશ્ય તમે તે શિખર સર કરી શકશો.
જે લોકો પોતાના જીવનમાં કંઈક હાંસલ કરવા માંગે છે અને આગળ વધવા માંગે છે એમને નૈયા કહે છે કે “જિંદગી એક છે, તો શા માટે એક જ રસ્તો પસંદ કરવો? દરેક તકને અવકાશ આપો, દરેક પેશનને ન્યાય આપો, અને હંમેશા શીખતા રહો!”