“અમે પાઈપ પકડીને ઉપર આવ્યા…” – મોતની મુખમાંથી બચી જનાર બાળકે કહી સમગ્ર ઘટના, તંત્રને શરમ આવવી જોઈએ!

Desk Editor
By Desk Editor
Share this Article

Vadodara News: આ બાળકોના માતા-પિતાનું કોણ હવે…? માતાપિતાને એવું હતું કે બાળકો મોજ મસ્તી કરતા હશે પણ મોત… વડોદરા શહેરના હરણી તળાવમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. આ ઘટના વડોદરા જ નહીં આખા ગુજરાત માટે ચિંતાજનક બાબત છે. લોકોએ તંત્ર ઉપર કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો હરણી તળાવ ખાતે પિકનિક માટે આવ્યા હતા. પરંતુ તેમને ક્યાં ખબર હતી કે આ જીવનની આખરી પિકનિક હશે.

તમને જણાવી દઈએ કે ઘટના સ્થળ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સઘવી પણ પહોંચ્યા છે અને સમગ્ર ઘટનાની માહિતી મેળવી રહ્યા છે.

આ સમગ્ર ઘટનામાંથી પોતાને બચાવી લેનાર બાળકે આ ઘટનની સત્યતા જણાવી અને કઈ રીતે પોતાનો જીવ બચાવ્યો.

જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ બાળકોને બોટમાં બેસાડવામાં આવ્યા હતા, જેના કારણે બોટ પલટી મારી ગઈ હતી. તે દરમિયાન અચાનક બોટ પલટી મારી જતા 23 વિદ્યાર્થી અને 4 શિક્ષકો ડૂબ્યાં હતા. આ ઘટનામાં કુલ 14 લોકોના મોત થયા છે. જેમાં બે શિક્ષક અને 12 બાળક હોવાનું જાણવા મળી રહ્યું છે. તંત્રએ આ વિશે સત્તાવાર માહિતી આપી છે.

આ દ્રશ્યો જોઈને તમે તમારા આંસુ રોકી નહીં શકો…

બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર વિદ્યાર્થીઓનાં નામ સામે આવ્યા છે. જે બાળકોના મોત થયા છે, જેમાં વિશ્વા નિઝામા, નેન્સી માછી, સકીના શેખ અને મુવાવઝા શેખ, ઝુહાબિયા સુબેદાર અને આયેશા ખલીફા, આયત મનસૂરી અને રેહાન ખલીફાનું મૃત્યુ થયાની જાણકારી મળી રહી છે.


Share this Article