Vadodara Harani lake: વડોદરાના હરણી વિસ્તારમાં આવેલા લેક ઝોનમાં બોટ પલટી થઈ ગઈ હતી. જેના કારણે તેમાં સવાર 12 માસૂમ બાળકો અને 2 શિક્ષકોના મૃત્યુ નિપજ્યાં હતા. આ ઘટનાએ વડોદરા સહિત સમગ્ર ગુજરાતને શોકમાં ગરકાવ કરી દીધું છે.
મોતને ભેટેલા આ બાળકોની ક્યાંક અંતિમ યાત્રા તો ક્યાંક જનાજો નિકળ્યો હતો અને સ્મશાનમાં તેમજ કબ્રસ્તાનમાં તેમની અંતિમ વિધિ થઈ હતી. તેમાં પણ શહેરના ખાસવાડી સ્મશાનમાં તો શિક્ષકા અને તેમની શિષ્યાના મૃતદેહને એક સાથે અગ્નિદાહ અપાયો તો હાજર રહેલા લોકોની આંખો આંસુથી છલકાઈ ગઈ હતી. શિક્ષિકા અને તેમની વિદ્યાર્થિનીનો સ્કૂલની જગ્યાએ સ્મશાનમાં મેળાપ થયો હતો.
આ ગોઝારી દુર્ઘટનામાં મોતને ભેટનારાઓમાં બીજા ધોરણમાં ભણતી અને આજવા રોડ પર પ્રતિભા સોસાયટીમાં રહેતી નેન્સી માછી તેમજ આજવા રોડ પર નવજીવન સોસાયટીમાં રહેતા શિક્ષિકા ફાલ્ગુનીબેન પટેલ પણ હતા.
“અમે પાઈપ પકડીને ઉપર આવ્યા…” – મોતની મુખમાંથી બચી જનાર બાળકે કહી સમગ્ર ઘટના, તંત્રને શરમ આવવી જોઈએ!
આખરે કોણ છે મોતના સોદાગર? વડોદરામાં રુપિયાની તિજોરી ભરવા માટે 30 બાળકોને મોતના મુખમાં ધકેલ્યા….
આજે તેમની અંતિમ યાત્રા તેમના નિવાસ સ્થાનેથી નિકળી હતી અને યોગાનુયોગ એક સાથે કારેલીબાગના ખાસવાડી સ્મશાને પહોંચી હતી. જ્યાં શિક્ષિકા અને તેમની વિદ્યાર્થિનીના નશ્વર દેહના એકબીજાની આજુબાજુમાં જ અંતિમ સંસ્કાર થતા કરુણ દ્રશ્ય સર્જાયું હતું.