માતાપિતાને એવું હતું કે બાળકો મોજ મસ્તી કરતા હશે પણ મોત… વડોદરા શહેરના હરણી તળાવમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. આ ઘટના વડોદરા જ નહીં આખા ગુજરાત માટે ચિંતાજનક બાબત છે. લોકોએ તંત્ર ઉપર કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો હરણી તળાવ ખાતે પિકનિક માટે આવ્યા હતા. પરંતુ તેમને ક્યાં ખબર હતી કે આ જીવનની આખરી પિકનિક હશે.
જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ બાળકોને બોટમાં બેસાડવામાં આવ્યા હતા, જેના કારણે બોટ પલટી મારી ગઈ હતી. તે દરમિયાન અચાનક બોટ પલટી મારી જતા 23 વિદ્યાર્થી અને 4 શિક્ષકો ડૂબ્યાં હતા. આ ઘટનામાં કુલ 14 લોકોના મોત થયા છે. જેમાં બે શિક્ષક અને 12 બાળક હોવાનું જાણવા મળી રહ્યું છે. તંત્રએ આ વિશે સત્તાવાર માહિતી આપી છે.
બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર વિદ્યાર્થીઓનાં નામ સામે આવ્યા છે. જે બાળકોના મોત થયા છે, જેમાં વિશ્વા નિઝામા, નેન્સી માછી, સકીના શેખ અને મુવાવઝા શેખ, ઝુહાબિયા સુબેદાર અને આયેશા ખલીફા, આયત મનસૂરી અને રેહાન ખલીફાનું મૃત્યુ થયાની જાણકારી મળી રહી છે.
આ રહી મૃત્યુ પામનાર બાળકોના નામની યાદી
સકીના શેખ
આયેશા ખલીફા
મુઆવજા શેખ
નેન્સી માછી
આયત મન્સૂરી
હેત્વી શાહ
અયાન મોહમ્મદ ગાંધી
રોશની સૂરવે
રેહાન ખલીફા
મૃતક શિક્ષિકાઓ
વિશ્વા નિઝામ
છાયા પટેલ
જુહાબિયા સુબેદાર
ફાલ્ગુની સુરતી
કોણ છે હરણી તળાવ દૂર્ઘટના બોટનો કોન્ટ્રાક્ટર?
આખું ગુજરાત વડોદરા હરણી દુર્ઘટના બાદ તંત્ર તેમજ સ્કૂલ પર પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. હરણી તળાવમાં બોટનો કોન્ટ્રાક્ટ પરેશ શાહ નામના ઇજારદારે લીધો છે. જ્યારે એમ્યુઝમેન્ટ પાર્કનો કોન્ટ્રાક્ટ પરેશ શાહે નિલેશ જૈનને આપ્યો હતો. તો બોટિંગનો કોન્ટ્રાક્ટ નિલેશ જૈને અન્ય કોઈને આપ્યો હોવાની માહિતી સામે આવી છે.
જાણો કોણ છે શાળાનો માલિક ?
આ શાળા સનરાઈઝ શાળા સામે પણ લોકોમાં રોષ ઉઠ્યો છે. આ સ્કૂલનું સંચાલન વાડીયા પરિવાર કરે છે. રૂસી વાડિયા અને તેમના માતા સનરાઇઝ સ્કૂલના માલિક છે. વડોદરાના લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે થોડા સમય પૂર્વ યોજાયેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં વાડિયા પરિવારના સદસ્યો હાજર રહ્યા હતા.