વડોદરા યુથ કોંગ્રેસ પ્રમુખ ભૌમિક પટેલ નશાની હાલતમાં ઝડપાતા ગુજરાતનુ રાજકીય વાતાવતરણ ગરમાયુ છે. કરજણ પોલીસે ભૌમિક પટેલને કરજણ નેશનલ હાઇવે નંબર 48 ભરથાના ટોલ પ્લાઝા પાસેથી પકડ્યો હોવાનુ સામે આવ્યુ છે.
મળતી માહિતી મુજબ ભૌમિક પટેલે ફેસબુક પર કરજણ પોલીસ પર ગંભીર આક્ષેપ કરતા કહ્યુ હતુ કે ‘કરજણના દેશી દારૂવાડા પાસે પોલીસ ભરણ લે છે. કરજણમાં દેશી દારૂનો ધંધો કરજણ પોલીસ સ્ટેશનના મદદથી થાય છે.’
આ સિવાય લીસ અને MLA વિરુદ્ધ દારૂ વેચાણનો આરોપ પન લગાવ્યો છે. આ બાદ આ મામલે કરજણ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે જેમા પ્રોહીબિશન કલમ – ૬૬ (૧) બી. મુજબ ગુનો નોંધવામા આવ્યો છે.