પાલનપુર: અમીરગઢ તાલુકાના ડાભમાં નવ દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમ વિધિવત હર્ષોલ્લાસ સાથે યોજવામાં આવ્યો હતો જેમાં લાખો શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્થળ ચતુરભુજ મંદિરમાં તેમજ ગુરુજીના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવી હતી.
અમીરગઢ તાલુકાના ડાભેલા ગામમાં આવેલ પવિત્ર તેમજ ઐતિહાસિકમહત્વ ધરાવતા શ્રી ચતરભુજ મંદિરમાં બાળપણ થી સેવા આપતા મહંત શ્રી 1008 સરજુદાસજી મહારાજ દેવ થયા બાદ કોરોના મહામારીના કારણે ભંડારો કરાયો ન હતો જે ભંડારો તેમજ બાબજીની મૂર્તિ ન ધાર્મિક કાર્યક્રમ નવ દિવસ સુધી હર્ષોલ્લાસ ઉજવવામાં આવ્યા હતા.
ગામ ના જાહેર માર્ગ પર હાથી અને અબીલ ગુલાલના છોળા સાથે કળશ યાત્રા ફરી હતી. નોંધપાત્ર છેકે નવ દિવસ સુધી શ્રી એકાદશી કુંડી,શ્રી વિષ્ણુ મહાયજ્ઞ શ્રી ભાગવત સપ્તાહ સહિત લોક ડાયરો,ભજન સતસંગ ના ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા. જેમાં આવતા શ્રદ્ધાળુઓ માટે પાણી ભોજન પ્રસાદની ચોવીસ કલાક સુવિધા કરવામાં આવી હતી