સુનિલ બ્રહ્મભટ્ટ: ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ થતી હોવાના અનેક બનાવો સામે આવતા હોય છે. ઘણી વખત દારૂ વેંચાતા હોય તેવા સામાચાર સામે આવે છે તો ક્યારેક બુતલેગરોની દાદાગીરી સામે આવે છે, થોડા સમય પહેલા જ બુટલેગરો દ્વારા પોલીસને માર માર્યાના સમાચાર પણ સામે આવ્યા, ત્યારે હવે સરકારી બાબુઓ જ સરકારી કચેરીને બિયર બારમાં ફેરવી દેતી હોય તેવા સમાચાર સામે આવ્યા છે. સરકારી બાબુઓ સરકારી કચેરીઓમાં ખુલ્લે આમ દારૂનું સેવન કરી રહ્યા છે, જાણે કે પાણી પિતા હોય તેમ આ સરકારી બાબુઓ લાજ સરમ વગર દારૂ પી રહ્યા છે.
ત્યારે આજે એક તલાટી મંત્રીએ સરકારી કચેરીને બિયર બારમાં ફેરવી દીધી હોય તેવા દશ્યો સામે આવ્યા. જી હા, અમે વાત કરી રહ્યા છીએ મહિસાગર જિલ્લાના વીરપુર તાલુકાની. વીરપુર તાલુકાના દેભરી ગ્રામ પંચાયતમાં સાંજ પડતા જ જામે છે દારૂની મહેફીલ. દેભરી ગ્રામ પંચાયતના તલાટીને દારૂ પીવાની કુટેવ હોવાથી રોજ જામે છે દારૂની મહેફીલ. એક સ્ટીંગ ઓપરેશનમાં થયો છે સમગ્ર દારૂકાંડનો પર્દાફાશ. આ વીડિયો સામે આવતા જ તલાટી ભૂગર્ભમાં ઉતરી ગયો હોવાનું સામે આવ્યુ. છેલ્લા લાંબા સમયથી દેભરી ગ્રામ પંચાયતમાં સાંજ પડતા દારૂની મહેફીલ જામતી હોવાનું જગજાહેર હતુ. સ્થાનિક ગ્રામજનો દ્વારા પણ અનેક વખત રજુઆત છતા કોઈ પગલા ભરાતા ન હોવાની રાવ ઉઠી હતી.